Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં શ્રાવણે ઉનાળો:પોરબંદર તાલુકામાં સીઝનનો 10 ટકા પણ વરસાદ નહીં, પાણીના વારામાં સીધો કાપ

    1 day ago

    ચોમાસાની ઋતુ હોવા છતાં પોરબંદર તાલુકામાં વરસાદ ખેંચાતા સમગ્ર શહેરમાં પીવાના પાણીની સ્થિતિ અત્યંત ગંભીર મોડ પર પહોંચી રહ્યું છે. તાલુકામાં હજુ સુધી સીઝનનો 10 %પણ વરસાદ થયો નથી. પૂરતા પ્રેશરથી પાણી ન મળવાના કારણે આખરે શહેરીજનો સુધી પાણી પહોંચાડવા માટે મહાનગર પાલિકાએ ચોમાસાના દિવસોમાં જ ઈમરજન્સી ટેન્કરો દ્વારા પાણી વિતરણ શરૂ કરવું પડ્યું છે. પાણી કાપ છતાં ઉકેલ ન આવતા ટેન્કરો દોડાવાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા ડેમમાં 28.35 ટકા જ પાણી છે જ્યારે ફોદાળા ડેમમાં 41.40 ટકા જ પાણી છે. પ્રેશરથી પમ્પિંગ ન થઈ શકતું હોવાથી મનપા દ્વારા શહેરમાં જે-તે વિસ્તારમાં પાણી વિતરણના નક્કી કરેલા વારામાં સીધો 1 દિવસનો કાપ મુકવાની સ્થિતિ સર્જાણી છે. કાપ મૂકવા છતાં પાણીનો ફોર્સ ન મળતા આખરે મનપાએ વિવિધ વિસ્તારોમાં ટેન્કરથી વિતરણ શરૂ કરવું પડ્યું છે. ગઈકાલે સોમવારે મનપા દ્વારા ખારવાવાડના નવાપરા વિસ્તાર, શીતળા ચોક, વીરડી પ્લોટ અને પંચહાટડી વિસ્તારમાં 4 જેટલા પાણીના ટેન્કરો મોકલીને સ્થાનિકોને પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવ્યું હતું. અને મંગળવારે સાંજે ખારવાવાડમાં ફરી પાણીનું ટેન્કર મોકલી ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં પાણી વિતરણનો વારો હતો તેવા મોટાભાગના વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું ન હતું. વરસાદ ખેંચાતા ઉપરવાસની આવક પણ ઠપ્પ પોરબંદર સહિત આસપાસના તમામ જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો હોવાથી ઉપરવાસમાંથી પણ નવા પાણીની કોઈ આવક થઈ નથી. એકતરફ આકરો તાપ અને બીજી તરફ મેઘરાજાની ખેંચ હોવાથી આ બંને સ્થિતિને કારણે શહેરમાં પીવાના પાણીની માંગ સતત વધી રહી છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો પોરબંદરવાસીઓએ વધુ કડક પાણી કાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વધી રહી છે. ચોમાસામાં જ ટેન્કર રાજ ! કોસ્ટલ ઈફેક્ટ અને રિચાર્જિંગનું વિજ્ઞાન :સામાન્ય રીતે ચોમાસામાં જળાશયો ભરાય નહીં તો પણ ભૂગર્ભ જળસ્તર થોડા ઊંચા આવતા હોય છે, પરંતુ પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગણિત અલગ પડે છે: ખારાશનું આક્રમણ : ચોમાસાનો વરસાદ ન પડે ત્યારે ભૂગર્ભમાં મીઠા પાણીનું દબાણ ઘટે છે. પરિણામે દરિયાનું ખારું પાણી જમીનની અંદર મીઠા પાણીના સ્તર તરફ આગળ વધે છે, જેથી બોરવેલના પાણી પણ વાપરવા લાયક રહેતા નથી. ખડકાળ જમીન : પોરબંદર આસપાસના ભૂગર્ભીય સ્તરો એવા છે કે જ્યાં સુધી મોસમનો સીધો અને ભારે વરસાદ ન પડે ત્યાં સુધી પાણી સંગ્રહતા ખડકો રિચાર્જ થતા નથી. ટેન્કર આધારિત ઈમરજન્સી: ટેન્કરનું પાણી માત્ર પીવા પૂરતું મર્યાદિત રહે છે, પણ દરિયાકાંઠાની ભૂગર્ભ જળની આ ક્ષારતાને કારણે મનપા પર પીવાના મીઠા પાણી માટે ટેન્કર દોડાવવાનું દબાણ બમણું થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇમ્પેક્ટ‎:અસ્માવતી ઘાટની ચેનલમાંથી રેતી દૂર કરવાનું શરૂ
    Next Article
    બખરલા ગામનો યુવાન‎આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પસંદગી પામ્યો‎:ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પોરબંદરના યુવાને 2 વિકેટ ઝડપી ઇઝરાયલને જીત અપાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment