Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજના દલપુરમાં હેક્ઝોન ઇન્ટરકેમમાં મોકડ્રિલ:ગેસ ગળતર અને આગની ઘટનામાં તંત્રની સજ્જતા ચકાસાઈ

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ પાસે આવેલી હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત કે કટોકટીના સમયે વહીવટી તંત્ર અને કંપનીના સુરક્ષા એકમોની કાર્યક્ષમતા અને સજ્જતા ચકાસવાનો હતો. આ મોકડ્રિલમાં પ્લાન્ટમાં મિથિલિન ઓક્સાઈડ ગેસ ગળતર સાથે આગ લાગવાની કાલ્પનિક ઘટના ઊભી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કંપનીના ઇમરજન્સી એલાર્મ વાગી ઉઠ્યા હતા અને તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઇટરો દ્વારા ગેસ ગળતર પર કાબૂ મેળવવા અને આગને બુઝાવવા માટે અદ્યતન સાધનોનો ઉપયોગ કરી સફળ કામગીરી કરવામાં આવી હતી. ડ્રિલ દરમિયાન કાલ્પનિક રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને કંપનીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મોકડ્રિલના અંતે કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને કટોકટીના સમયે પ્રતિસાદ આપવાનો સમય ઘટાડવા તેમજ સુરક્ષાના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. નેશનલ હાઈવે પર કાટવાડ પાટિયા સામે આવેલા આ ઔદ્યોગિક એકમમાં યોજાયેલી ડ્રિલથી આસપાસના વિસ્તારમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી. આ પ્રસંગે DISH ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના અધિકારી, હિંમતનગર અને પ્રાંતિજ મામલતદાર, જીપીસીબીના અધિકારી, 108 ઇમર્જન્સી સેવા ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, પોલીસ તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી:ભાજપ કાર્યકરની પત્નીએ સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડનું સરકારી ભંડોળ પોતાના માટે વાપરી નાખ્યાનો આરોપ
    Next Article
    રામનવમી પૂર્વે નવસારી-બીલીમોરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ, સુરક્ષા વ્યવસ્થા કડક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment