Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી:ભાજપ કાર્યકરની પત્નીએ સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડનું સરકારી ભંડોળ પોતાના માટે વાપરી નાખ્યાનો આરોપ

    16 hours ago

    અમદાવાદના દસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામમાં ભાજપના કાર્યકરની પત્ની અને પૂર્વ મહિલા સરપંચ રેખાબેન સંજયભાઈ પારેખ તથા પૂર્વ તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા વિરુદ્ધ ACBએ ₹1.55 કરોડની ગેરરીતીનો ગુનો નોંધ્યો છે. વર્ષ 2022-23થી 2024-25 દરમિયાન ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં માટી પુરાણ, પાણી પુરવઠા, ઉત્સવ ઉજવણી અને પગાર જેવા હેડ પર અનિયમિત ખર્ચ કરી, કોઈ ઠરાવ કે મંજૂરી વગર અને રેકર્ડ વગરના ખર્ચો દર્શાવી સરકારી રકમને અંગત ઉપયોગમાં વાપરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પંચાયતના સ્વભંડોળની આવકમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું હતું આ અંગેની વિગત એવી છે કે, દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ ગામમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તરીકે ભાજપના કાર્યકર એવા સંજય કુમાર પારેખના પત્ની રેખાબેન પારેખ સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2022-23, 2023-24 તથા 2024-25ના નાણાકીય વર્ષમાં પંચાયતના સ્વભંડોળની આવકમાંથી (1) માટી પુરાણ હેડે થયેલો ખર્ચ (2) પાણી પુરવઠા/વાટા હેડે થયેલો ખર્ચ (3) ઉત્સવ ઉજવણી હેડે થયેલો ખર્ચ (3) પગાર હેડે થયેલા ખર્ચમાં નાણાકીય અનિયમિતતા કરી હોવાનું સામે આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા અમુક ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે મંજૂરી નહોતી લીધી અમદાવાદ જિલ્લા અધિકારી દ્વારા સમગ્ર કૌભાંડ બાબતે તપાસ કરવામાં આવી હતી. આ કામોમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે તાંત્રિક મંજૂરી લેવામાં આવી નહોતી. ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવેલુ નહી. ગ્રામ પંચાયતના કર્મચારીઓને માસિક પગાર ચૂક્વણી તેમના બેંક એકાઉન્ટમાં કરવાની જગ્યાએ તમામનો પગાર ગામના વી.સી.ઇ ના નામે બેરર ચેકથી આકારવામાં આવતા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવ્યું હતું. 1.55 કરોડની સરકારી રકમને અંગત ઉપયોગમાં વાપરી નાખી સરપંચ રેખાબેન સંજયભાઇ પારેખ તથા તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલાના એકબીજાનાં મેળાપીપણાંથી પોતાના હોદ્દાની રૂએ મળેલ સત્તાનો દુરૂપયોગ કરી સરકારી પૈસા રૂ.1,55,23,420ની ગેરરીતિ કરી રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. સમગ્ર બાબતનું કૌભાંડ સામે આવ્યું હતું. કરોડો રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા હતા અને અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી વિધિ હતી. આ સમગ્ર મામલે ગુજરાત ACBમાં અરજી પણ કરવામાં આવી હતી. આ બાબતે ગુજરાત ACBના અમદાવાદ ગ્રામ્ય ACBના પીઆઈ એન.એન. જાદવ દ્વારા પૂર્વ સરપંચ રેખાબેન પારેખ અને પૂર્વ તલાટી કમ મંત્રી વિરુદ્ધ સતાના દૂર ઉપયોગી કર્યા હોવા અંગેની ACBમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મહિલા સરપંચને હોદા પરથી દૂર કરાયા અમદાવાદના ધામતવાણ ગામના મહિલા સરપંચ રેખાબેન પારેખ સામે અમદાવાદના પૂર્વના સાંસદ સભ્ય હસમુખ પટેલ, ધામતવાણ ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ સબબની ફરિયાદો બાદ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. આ મુદ્દે આઠ મહિના પહેલા સાંસદ-ધારાસભ્ય વચ્ચે 'લેટર વોર' છેડાઈ હતી ધામતવાણ ગામના મહિલા સરપંચની કામગીરીને લઈ ગામલોકો દ્વારા આઠ મહિના પહેલા જ સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ ભાજપના સાંસદ હસમુખ પટેલને ફરિયાદ કરી આક્ષેપ કર્યો હતો કે, સરપંચના પતિએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત વટવા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય બાબુસિંહ જાદવને કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ ન આવતાં છેવટે સાંસદને પત્ર લખ્યો હતો. સાંસદ હસમુખ પટેલે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતો પત્ર ધારાસભ્યને લખ્યો હતો અને સાંસદે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. ત્યારે આવો કોઈ પત્ર મળ્યો ન હોવાનો ધારાસભ્ય બાબુસિંહ જાદવે પત્ર લખી ખુલાસો કર્યો હતો. ગ્રામજનોએ સાંસદને લખેલા પત્રમાં મોટા આક્ષેપો કર્યા અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના સાંસદે વટવા વિધાનસભાના ધારાસભ્યને ધામતવાણ ગામના લોકોની ફરિયાદ અંગે પત્ર લખી જાણ કરવી પડી હતી. ગ્રામજનોએ કરેલી ફરિયાદ અને સાંસદે ધારાસભ્યને લખેલો પત્ર સામે આવ્યા હતા. ગ્રામજનોએ સાંસદને લખેલા પત્રમાં ઘણા બધા મોટા આક્ષેપો કરાયા હતો, જેમાં ઇન્ડસ્ટ્રિયલ ઝોન છે, ત્યારે ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકતો ઊભી કરવામાં આવી છે. છેલ્લાં 15 વર્ષથી એક જ પરિવારના સભ્યો સરપંચ તરીકે રહ્યા છે, જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને જો કોઈ ગ્રામજનો અવાજ ઉઠાવે તો તેમને ધાકધમકી આપતા હોવા અંગેનો ગંભીર ફરિયાદ કરતો પત્ર લખાયો હતો. એ મામલે હવે સાંસદે ધારાસભ્યને ગ્રામજનોને ન્યાય અપાવવા માટે પત્ર લખવો પડ્યો હતો. આ પણ વાંચો - લાખોનો ભ્રષ્ટાચાર, અમદાવાદના ધામતવાણના મહિલા સરપંચને ઘરભેગા કરાયા:ગામલોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી, આ મુદ્દે સાંસદ-ધારાસભ્ય વચ્ચે 'લેટર વોર' છેડાઈ હતી આ પણ વાંચો - સરપંચના ભ્રષ્ટાચાર મામલે MP-MLAની એકબીજાને ખો:ધામતવાણની પ્રજા પરેશાન ને BJPમાં અંદરોઅંદર લેટરવોર, બાબુસિંહ જાદવઃ સરપંચ સામે કાર્યવાહી મારે ના કરવાની હોય
    Click here to Read More
    Previous Article
    કતલખાના અને મટન માર્કેટબંધ રાખવા આદેશ:રામનવમી અને મહાવીર જયંતી નિમિત્તે કતલખાના અને મટન માર્કેટ બંધ રાખવા મનપાનો
    Next Article
    પ્રાંતિજના દલપુરમાં હેક્ઝોન ઇન્ટરકેમમાં મોકડ્રિલ:ગેસ ગળતર અને આગની ઘટનામાં તંત્રની સજ્જતા ચકાસાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment