Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પેન્શનર્સનો વિરોધ: નવા નિયમો સામે આવેદન:પોર્ટલ ખામીઓ અને સમાનતા મુદ્દે કલેક્ટરને રજૂઆત

    11 hours ago

    રાજ્યમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને ઓનલાઈન પોર્ટલ વ્યવસ્થા સામે નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળે આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પેન્શનર્સ મંડળના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારની નવી પેન્શન પોર્ટલ વ્યવસ્થા સામે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલ પેન્શન પોર્ટલનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને સરળતા, પારદર્શિતા અને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી વિપરીત છે. પેન્શનર્સના મતે, પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે રજિસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ અને માહિતી સુધારવા જેવી પ્રક્રિયાઓ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વયસ્ક નિવૃત્ત કર્મચારીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ જટિલ હોવાનું તેમણે જણાવ્યું. ઘણા પેન્શનર્સને સમયસર પેન્શન ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો પણ છે. આવેદનપત્રમાં 1 સપ્ટેમ્બર 2025 પહેલા અને બાદમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી અને ચુકવણીમાં તફાવત હોવાનો ખાસ ઉલ્લેખ કરાયો છે. આના કારણે સમાનતાનો મુદ્દો ઉભો થયો છે. પેન્શનર્સ મંડળે સરકાર સમક્ષ તમામ નિવૃત્ત કર્મચારીઓને સમાન ધોરણે પેન્શન ચૂકવવાની માંગ કરી છે. પેન્શનર્સે સરકારને પોર્ટલમાં રહેલી ખામીઓ તાત્કાલિક દૂર કરી પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ પેન્શન ચુકવણી વ્યવસ્થામાં પારદર્શિતા અને સમયબદ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં AAPની જનસભા:કેજરીવાલે કહ્યું- 'અમારી સરકાર બનાવી દો, કરોડપતિઓની જ્યાં સારવાર થાય છે, ત્યાં તમારી સારવાર ફીમાં થશે'
    Next Article
    સ્વામિનારાયણ સંદેશ યાત્રા:રાજકોટમાં 1000થી વધુ બાઇક-વિન્ટેજ કારનાં કાફલા સાથે 25 કિમીની યાત્રામાં માનવમહેરામણ ઉમટયું, અપૂર્વમુનિએ કહ્યું- ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment