Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ સંદેશ યાત્રા:રાજકોટમાં 1000થી વધુ બાઇક-વિન્ટેજ કારનાં કાફલા સાથે 25 કિમીની યાત્રામાં માનવમહેરામણ ઉમટયું, અપૂર્વમુનિએ કહ્યું- ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી થાય છે

    10 hours ago

    રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો પર 1000 થી વધુ બાઇક અને વિન્ટેજ કારના કાફલા સાથે નીકળેલી 25 કિમી લાંબી 'સ્વામિનારાયણ સંદેશ યાત્રા'એ આકર્ષણ જમાવ્યું હતું. આ ભવ્ય સંદેશ યાત્રા દ્વારા વ્યસનમુક્તિ, ભ્રષ્ટાચાર નાબૂદી અને સામાજિક એકતાનો પ્રબળ સંદેશ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે BAPS સ્વામિનારાયણ મંદિરનાં મહંત અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું હતું કે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી થાય છે. કેસરીયા સાફા અને જય સ્વામિનારાયણના નાદથી ગુંજ્યું રાજકોટ આજે બપોરે 4:30 વાગ્યે રેસકોર્સનાં બલભાવન ખાતેથી આતશબાજીના ગડગડાટ સાથે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ કેસરીયા સાફા અને પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને જોડાયા હતા. 1000 થી વધુ બાઇકો અને આકર્ષક વિન્ટેજ કારનો કાફલો જ્યારે શહેરના માર્ગો પરથી પસાર થયો, ત્યારે વાતાવરણ 'જય સ્વામિનારાયણ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના મહંતો અને સેંકડો સંતોએ પણ આ સંદેશ યાત્રામાં જોડાઈને હરિભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. શહેરનાં રસ્તાઓ પર ભગવાન સ્વામિનારાયણના ભક્તિ ગીતોની સુરાવલીઓ વચ્ચે આ યાત્રાએ શહેરના મુખ્ય ચોકો પર ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. 25 કિમીનો લાંબો રૂટ અને જનજાગૃતિનો સંદેશ આ સંદેશ યાત્રા રેસકોર્સ મેદાનથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રાનો રૂટ નીચે મુજબ રહ્યો હતો: * પ્રારંભ: રેસકોર્સ મેદાન * મુખ્ય પોઈન્ટ્સ: એરપોર્ટ ચોક, કિશાનપરા ચોક, અકિલા ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, ભારત બેકરી, કોર્પોરેશન ચોક, બસ સ્ટેન્ડ, ભૂતખાના ચોક, નાગરિક બેંક, મક્કમ ચોક, ગુરુકુળ બ્રિજ, આનંદબંગલા ચોક, મવડી ફાયર સ્ટેશન, મવડી ચોક, 150 ફૂટ રીંગ રોડ, કે.કે.વી. હોલ અને કોટેચા ચોક. * પૂર્ણાહુતિ: BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ. આશરે 3 કલાક સુધી ચાલેલી આ 25 કિમી લાંબી રેલી રાત્રે 07:30 વાગ્યે મંદિર ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન ઠેર-ઠેર હરિભક્તો અને નાગરિકો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ઉજવણી અને 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિસ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણનો આવતીકાલે ચૈત્ર સુદ નોમ એટલે કે 245 મો પ્રાગટ્ય ઉત્સવ છે. આ પર્વ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા લાખો ભક્તો દ્વારા અત્યંત દિવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. અબુધાબી, જોહાનિસબર્ગ, પેરિસ અને અમેરિકા જેવા દેશોથી લઈને ભારતના આદિવાસી વિસ્તારો સુધી 'શ્રી હરિ પર્વ'ની ઉજવણી થઈ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, BAPS સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટમાં 11 થી 17 એપ્રિલ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે જ આજની સંદેશ યાત્રા યોજાઈ હતી, જેમાં યુવાનોએ સ્કૂટી અને એક્ટિવા પર સવાર થઈને સમાજ સુધારણાના શપથ લીધા હતા. સ્વામિનારાયણ સંદેશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીના આદેશોને જન-જન સુધી પહોંચાડવાનો છે. રેલીમાં ભ્રષ્ટાચાર મુક્તિ: 'લુન્ચા ગ્રાહિયા ન કસ્યચિત્' એટલે કે ક્યારેય લાંચ ન લેવી. અને વ્યસનમુક્તિ: યુવાધન નશાની ગર્તામાં ન ધકેલાય તે માટે જાગૃતિ તેમજ અહિંસા અને સદાચાર: 'હિંસા ન કર્તવ્ય'ના સંદેશ સાથે માંસાહારનો ત્યાગ, વ્યભિચારથી દૂર રહેવાની શીખ આપવામાં આવી હતી. એટલું જ નહીં લોકોને જીવનના મૂલ્યો સમજાવી આપઘાતનાં વિચારોને રોકવા માટે વિશેષ અભિયાન ચાલાવવામાં આવ્યું હતું. અપૂર્વમુનિએ આશા વ્યક્ત કરી હતી કે જો સમાજ આ આદેશોનું પાલન કરે, તો વિશ્વમાંથી યુદ્ધ અને આતંકવાદ જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાચા અર્થમાં સાર્થક થઈ શકે છે. આ રેલી દ્વારા રાજકોટવાસીઓને એક વિશિષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે 'આપણું રાજકોટ' વ્યસનમુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત, આત્મહત્યા મુક્ત અને હત્યા મુક્ત બને. હજારો કાર્યકર્તાઓ અને સંતોના સહયોગથી આયોજિત આ યાત્રાએ માત્ર ધાર્મિકતા જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વનો પણ પરિચય કરાવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવે રાજકોટના રસ્તાઓ ભક્તિભાવની સાથે સુધારાવાદી વિચારોથી તરબોળ બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં પેન્શનર્સનો વિરોધ: નવા નિયમો સામે આવેદન:પોર્ટલ ખામીઓ અને સમાનતા મુદ્દે કલેક્ટરને રજૂઆત
    Next Article
    છોટા ઉદેપુરનું તુરખેડા રસ્તાના અભાવે વિકાસથી વંચિત:પ્રસૂતા મહિલાના મોત બાદ રસ્તા બનાવવાની જાહેરાત છતાં હજુ સુધી રસ્તા બન્યા નથી, ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment