Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરનું તુરખેડા રસ્તાના અભાવે વિકાસથી વંચિત:પ્રસૂતા મહિલાના મોત બાદ રસ્તા બનાવવાની જાહેરાત છતાં હજુ સુધી રસ્તા બન્યા નથી, ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

    10 hours ago

    ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે.પરંતુ સરકારનો આ વિકાસ માત્ર બોલવા માટે જ હોય તેવું લાગી રહ્યું છે.પરંતુ છોટા ઉદેપુર જીલ્લામાં વિકાસનો પનો ટુકો પડી રહ્યો છે અને વિકાસ માત્ર ઝોળીમાં જોવા મળી રહ્યો છે.ત્યારે છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં ત્રણ રાજ્યની સરહદે આવેલા તુરખેડા ગામમાં હજુ રસ્તો પહોંચ્યો નથી.જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. છોટા ઉદેપુર જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે.અહીંયા આદિવાસીઓ પારંપરિક રીતે જીવન વ્યતિત કરી રહ્યા છે. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તાનો અભાવ જોવા મળે છે.જેને કારણે આવા વિસ્તારના લોકોને પ્રાથમિક જરૂરિયાત પણ મળી શકતી નથી. આવું જ એક ગામ છે કવાંટ તાલુકાનું તુરખેડા. ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ત્રિભેટે આવેલું તુરખેડા ગામ છોટા ઉદેપુર જીલ્લાના છેવાડે આવેલું ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ત્રિભેટે આવેલું તુરખેડા ગામ ખૂબ જ રમણીય છે.પરંતુ આ ગામ આજે પણ 18 મી સદીમાં જીવવા મજબૂર બન્યું છે.જેનું કારણ છે વિકાસ.તુરખેડા ગામમાં આઝાદીના 78 વર્ષ થવા છતાં વિકાસ પહોંચ્યો નથી.વિકાસ તો છોડો હજુ રસ્તા,પાણી,આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચી નથી.એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો કરે છે.પરંતુ છેવાડાના તુરખેડા ગામમાં હજુ પાકા રસ્તા નથી બન્યા. તુરખેડા ગામની વસતી લગભગ 2000 કરતા વધુ છે.નર્મદા નદીના કિનારે આવેલું છે.પરંતુ અહીંયા ગામમાં પહોંચવા માટેનો રસ્તો પણ દયનીય હાલતમાં છે.આ ગામમાં જવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી હાલત છે.અહીંયા રસ્તા પર મોટા મોટા મેટલ છે જેને લઇને વાહનોના ટાયર પણ ચિરાય જાય તેવા રસ્તા પરથી પસાર થવું પડે છે.અને જો ગામ સુધી પહોંચી ગયા તો ગામના આંતરિક રસ્તાના અભાવે ગામની બહાર જ પોતાનું વાહન મૂકીને ચાલતા જવું પડે તેવી સ્થિતિ છે.અને આ રસ્તાના અભાવે ગામમાં હજુ સુધી આરોગ્ય,શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પહોંચી નથી. હાલ તો તુરખેડાના ગ્રામજનો તંત્રના બી વિભાગના સંકલનના અભાવે રસ્તાથી વંચિત રહ્યા છે.અને તેને લઈને ગુજરાતના છેવાડે આવેલા રમણીય એવા તુરખેડાના ગ્રામજનો પ્રાથમિક જરૂરિયાત આરોગ્ય, શિક્ષણ જરૂરિયાતોથી પણ વંચિત રહેવા પામ્યા છે ત્યારે હવે તંત્ર ક્યારે આ રસ્તા બનાવશે તેને લઇને એક સવાલ ઉભો થયો છે.ત્યારે ગ્રામજનો પણ રસ્તા માટે લડી લેવાના મૂળને જણાય છે. અને આવનાર ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.ત્યારે ગ્રામજનોને રસ્તાની ભેટ ક્યારે મળશે તે જોવું રહ્યું. હાઇકોર્ટની સુઓમોટો બાદ તંત્ર હરકતમાં આવીને રસ્તા મંજૂર કર્યા સરકાર દ્વારા તુરખેડા ગામના રસ્તા મંજૂર નથી કર્યા તેવું પણ નથી. અગાઉ 1 ઓક્ટોબર 2024 ના રોજ તુરખેડાના બસ્કરિયા ફળિયાની પ્રસૂતાને ઝોળીમાં ઉચકીને લઈ જતી વખતે રસ્તામાં પ્રસુતિ થઈ હતી અને ત્યારબાદ મહિલાનું મોત નીપજ્યું હતું.આ ઘટનાની ગુજરાત હાઇકોર્ટે નોંધ લઈ સુઓમોટો કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.અને આનન ફાનનમાં ગામના 9 કિલોમીટરના 7 રસ્તા રૂ.18.50 કરોડના ખર્ચે મંજૂર કર્યા હતા. વહીવટીતંત્રના બે વિભાગ વચ્ચે સંકલનના અભાવમાં કારણે રસ્તાથી વંચિત પ્રસૂતા મહિલાના મોતના દોઢ વર્ષનો સમય વિત્યાબાદ મંજૂર થયેલા રસ્તા પૈકી હજુ માત્ર 2200 મીટરનો પાકો રસ્તો બન્યો છે તે પણ ગામમાં વચ્ચોવચ્ચ.આજુબાજુ ફળિયાને તેમજ અન્ય ગામને જોડતા રસ્તા હજુ પણ જૈસે થે જોવા મળે છે.જેને લઇને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. તુરખેડા ગામના બાસ્કરિયા ફળિયાની થી ખડલા,હાંડલાબારી ફળિયાથી ખડલા,ગીરમટીયા આંબા ફળિયાથી ખડલાને જોડતા રસ્તા હજુ બન્યા નથી,જેથી ગ્રામજનો આજે પણ રસ્તાના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.વહીવટીતંત્રના મહેસૂલ અને વન વિભાગની મંજૂરી લેવા માટેનો પ્રોસેસ ચાલુ છે,જેને લઇને તંત્રના બન્ને વિભાગ અને બાંધકામ વિભાગના સંકલનના અભાવે તુરખેડના લોકો રસ્તાથી વંચિત રહ્યા છે. રસ્તાના અભાવથી કંટાળી ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી તુરખેડાના ગ્રામજનો આઝાદીથી અત્યારસુધી રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે.ગામની પ્રસૂતા મહિલાઓને તેમજ બીમાર દર્દીઓને રડતા અભાવે ઝોળીમાં ઉંચકીને જવું પડે છે.આરોગ્ય, શિક્ષણ,પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી ગ્રામજનોએ કંટાળીને હવે રસ્તો ના બને તો આવનાર તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આદિજાતિ મંત્રીએ તુરખેડાના રસ્તા બાબતે તપાસની કરી હતી વાત બે મહિના પહેલા કવાંટ આવેલા આદિજાતિ મંત્રી નરેશ પટેલે ગાંધીનગર પહોંચીને હું તપાસ કરાવું છું.કહીને ગયા હતા પરંતુ હજુ કાઈ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    સ્વામિનારાયણ સંદેશ યાત્રા:રાજકોટમાં 1000થી વધુ બાઇક-વિન્ટેજ કારનાં કાફલા સાથે 25 કિમીની યાત્રામાં માનવમહેરામણ ઉમટયું, અપૂર્વમુનિએ કહ્યું- ભારત નહીં સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી થાય છે
    Next Article
    All About Robin Liu, Who Steadied OnePlus In India And Has Now Stepped Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment