Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં AAPની જનસભા:કેજરીવાલે કહ્યું- 'અમારી સરકાર બનાવી દો, કરોડપતિઓની જ્યાં સારવાર થાય છે, ત્યાં તમારી સારવાર ફીમાં થશે'

    19 hours ago

    આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતુંણ. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા AAP પોતાના પ્રચારનો પ્રારંભ કર્યો છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, પંજાબમાં લોકોનું 10-10 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્શ્યોરન્સ કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રીની જે હોસ્પિટલમાં સારવાર થાય છે ત્યા જ ગરીબ પરિવારની પણ સારવાર થાય છે. આ વ્યવસ્થા ગુજરાતમાં પણ જોઈએ છે? ગુજરાતમાં પણ જો આવી વ્યવસ્થા જોતી હોય તો ભાજપ અને કોંગ્રેસની સરકારને ઉખેડવી પડશે અને અમારી સરકાર બનાવવી પડશે. તમે આમ આદમીની સરકાર બનાવી દો તમારા આખા પરિવારની સારવાર કેડી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં કે જ્યા કરોડપતિની સારવાર થાય છે તેવી હોસ્પિટલમાં અમે તમારી સારવાર ફી માં કરાવી દેશું. ભાજપે 30 વર્ષમાં લૂંટ મચાવી દીધી છે: કેજરીવાલ ભાજપે 30 વર્ષમાં લૂંટ મચાવી દીધી છે, રોડ બનાવે છે તો માત્ર 30 દિવસમાં જ તૂટી જાય છે. પૂલ બનાવે છે તો તે પણ 2 દિવસમાં જ તૂટી જાય છે. મને ખેડૂતોએ કહ્યું કે, અમારે અહિં મગફળીનો પાક બરબાદ થઈ ગયો તો સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું પણ ખેડૂતોને સહાય નથી મળી. તો આ 10 હજાર કરોડ ક્યા ગયા? આટલો ભષ્ટ્રાચાર?
    Click here to Read More
    Previous Article
    બળાત્કાર પીડિત બાળકીને પોલીસ સ્ટેશને બોલાવવા પર સુપ્રીમ કોર્ટ નારાજ:ગુરુગ્રામ પોલીસને કહ્યું- આ આઘાતજનક છે, પોલીસ પીડિતાના ઘરે કેમ ન જઈ શકે, રાજા છો?
    Next Article
    ભરૂચમાં પેન્શનર્સનો વિરોધ: નવા નિયમો સામે આવેદન:પોર્ટલ ખામીઓ અને સમાનતા મુદ્દે કલેક્ટરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment