Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શનરોના હક્ક પર તરાપ સહન નહીં કરાય:વેલિડેશન એક્ટના વિરોધમાં ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    13 hours ago

    કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા 'વેલિડેશન એક્ટ 2025' ના વિરોધમાં સમગ્ર દેશમાં પેન્શનરોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ કાયદાને પેન્શનરોના હકો પર તરાપ સમાન ગણાવ્યો હતો, જેના ભાગરૂપે આજરોજ ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગરના પેન્શનરોએ કલેક્ટર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન અને ગુજરાત પેન્શનર સમાજના આદેશ અનુસાર ભાવનગરના પેન્શનરોએ કલેક્ટર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટર મારફત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ કાયદાને તત્કાલ અસરથી પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે, પેન્શનર સમાજ મુજબ આ કાયદો પેન્શનરો વચ્ચે ભેદભાવ ઉભો કરે છે. 7માં પગાર પંચની ભલામણો મુજબ તમામ પેન્શનરોને સમાન ગણવાને બદલે, નિવૃત્તિની તારીખના આધારે વર્ગીકરણ કરવું એ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક 'નાકરા જજમેન્ટ' નું ઉલ્લંઘન છે, આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પેન્શન એ કોઈ લ્હાણી નથી પણ સામાજિક સુરક્ષાનું પગલું છે વધતી જતી મોંઘવારીમાં જૂના પેન્શનરોને મળવાપાત્ર લાભો છીનવી લેવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે. વેલીડેશન એક્ટ જે છે એ અમને નુકસાનકર્તા છે પેન્શનર સમાજ ભાવનગર ના દિલીપ બારૈયાએ જણાવ્યું હતું કે, અમે લોકો આજે પેન્શનર સમાજ ભાવનગર વતી આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ આવેદન પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરેલ છે, જે આગળ ઉપર આઠમું પગાર પંચ નિયત થવા જઈ રહ્યું છે, તેમાં પેન્શનર સમાજ બાકાત ન રહી જાય, વંચિત ન રહી જાય તેની ખાસ પ્રકારની રજૂઆત આમાં કરવામાં આવેલ છે અને વેલીડેશન એક્ટ જે છે એ અમને નુકસાનકર્તા છે તે દૂર થવો જોઈએ એની ખાસ અમારી આ બાબતે માંગણી છે, 'કાળા કાયદા' ને પરત નહીં ખેંચે તો આગામી સમયમાં આંદોલન ​ભાવનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ અને મહામંત્રી અમુભાઈ પાઠકે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જો સરકાર આ 'કાળા કાયદા' ને પરત નહીં ખેંચે તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનરો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટનો હુકમ:માણસાની 17 વર્ષીય પરણિત સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પ્રેમીને 10 વર્ષની સખત કેદ ફટકારી
    Next Article
    સાડા ત્રણ મહિનાથી પાણી વગર ત્રાહિમામ!:જૂનાગઢ વોર્ડ-6 અંબિકા નગરમાં નર્મદાનું પાણી અદૃશ્ય, મહિલાઓ બીજાના ઘરે પાણીની ભીખ માંગે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment