Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં ટ્રક સળગાવવાનું નાટક ખુલ્લું પડ્યું:પ્લાસ્ટિકના દાણા વેચી પુરાવા નાશ કરવા આગ ચાંપી, બેની ધરપકડ

    21 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડામાં થોડા દિવસ અગાઉ ટ્રક સળગવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દઈ પુરાવા નાશ કરવા માટે ટ્રકને જાણી જોઈને આગ ચાંપવામાં આવી હતી. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની વાતોમાં શંકા જણાતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત કાવતરું હતું. કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી ટ્રકમાંથી આરોપીઓએ 900 જેટલી બેગ રસ્તામાં જ બારોબાર વેચી મારી હતી. બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈ સળગાવી દેવામાં આવી હતી. આરોપીઓનો ઇરાદો કંપની અને પોલીસને એવું દર્શાવવાનો હતો કે તમામ માલ આગમાં નાશ પામ્યો છે, જેથી તેમના કૌભાંડનો પર્દાફાશ ન થાય. કપરાડા પોલીસે આ મામલે સઘન તપાસ કરી મનીષ મિસ્ત્રી નામના શખ્સની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી કમલેશ સરસિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા DySPની અપીલ
    Next Article
    ચીખલીના મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડ્યા:અડધા કલાક સુધી ટ્રાફિક જામ, સ્થાનિકોએ પાણી છાંટી છૂટા પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment