Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીના મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડ્યા:અડધા કલાક સુધી ટ્રાફિક જામ, સ્થાનિકોએ પાણી છાંટી છૂટા પાડ્યા

    2 days ago

    નવસારી જિલ્લાના ચીખલીમાં મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે હિંસક લડાઈ થઈ હતી. જૂની ટેલિફોન એક્સચેન્જ પાસે અડધા કલાક સુધી ચાલેલા આ યુદ્ધને કારણે ટ્રાફિક જામ થયો હતો અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓ અચાનક સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં તેમની વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું હતું. લડાઈ એટલી ઉગ્ર હતી કે માર્ગ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. બંને આખલાઓના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. જાહેર માર્ગ પર આખલાઓ બાખડતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આસપાસના દુકાનદારો અને રાહદારીઓ પણ પોતાની સુરક્ષા માટે સલામત સ્થળે ખસી ગયા હતા. સ્થાનિક લોકોએ હિંમત દાખવી આખલાઓ પર પાણીનો મારો ચલાવી તેમને છૂટા પાડ્યા હતા. આખલાઓ દૂર થતા જ અટવાયેલો ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કપરાડામાં ટ્રક સળગાવવાનું નાટક ખુલ્લું પડ્યું:પ્લાસ્ટિકના દાણા વેચી પુરાવા નાશ કરવા આગ ચાંપી, બેની ધરપકડ
    Next Article
    Kutch Bhuj Rain LIVE | કચ્છ જિલ્લામાં ફરી માવઠું, ભુજમાં કરા સાથે વરસાદ શરૂ | Unseasonal Rains |News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment