Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલ્લભ વિદ્યાનગરમાં ફાઇન આર્ટ્સ કોલેજોનો વાર્ષિક દિવસ:સી.વી.એમ. અને ઇપ્કોવાલા સંતરામ કોલેજે સંયુક્ત ઉજવણી કરી

    17 hours ago

    વલ્લભ વિદ્યાનગર ખાતે સી.વી.એમ. કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ અને ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ દ્વારા સંયુક્ત વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.વી.એમ. કોલેજનો 14મો અને ઇપ્કોવાલા સંતરામ કોલેજનો 62મો વાર્ષિક દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે થયો હતો. ભીખુભાઈ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કલાકાર અને ડિઝાઇનર કુમાર ચૌહાણ અને વિશિષ્ટ અતિથિ તરીકે ડૉ. એસ. જી. પટેલ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કલા માત્ર અભ્યાસનો વિષય નથી, પરંતુ તે જીવનમાં સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કલા ક્ષેત્રમાં નવીનતા અને ઉત્તમતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો અને ડિઝાઇન પ્રોજેક્ટ્સનું કલા પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ ખૂબ સરાહના કરી હતી. આ પ્રસંગે સંસ્થાના નિયામક કનુ પટેલ, આચાર્ય કિશોર નખરડીવાળા, કાર્યક્રમના સંયોજકો નિતેશ પટેલ, ડો. દીપક ભટ્ટ, રંજન ભોઈ, કાર્યક્રમ સંચાલિકા શાલિની સિંહ, પ્રદર્શન સંયોજિકા રિયલ કનેરિયા અને ઇતિ મહેતાએ આયોજનમાં યોગદાન આપ્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકારો મણિલાલ એચ. પટેલ, અશોકપુરી ગોસ્વામી અને પરેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના શિક્ષક મંડળ અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયું. મોટી સંખ્યામાં મહેમાનો, વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણી દ્વારા સંસ્થાએ કલા ક્ષેત્રમાં પોતાની ઓળખ અને સર્જનાત્મક પરંપરાને ફરી એકવાર પ્રદર્શિત કરી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:12 અરજદારોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા; માર્ગદર્શન પૂરું પડાયું
    Next Article
    GJPIASR માં મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહ યોજાયો:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને CVM યુનિવર્સિટી દ્વારા દ્વિ-દિવસીય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment