Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GJPIASR માં મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહ યોજાયો:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને CVM યુનિવર્સિટી દ્વારા દ્વિ-દિવસીય આયોજન

    15 hours ago

    ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત જી. જે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ (GJPIASR) નાં સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત વિભાગ દ્વારા 20-21 માર્ચ, 2026 ના રોજ દ્વિ-દિવસીય અખિલ ભારતીય મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને CVM યુનિવર્સિટી, વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સમારોહમાં આયુષ મંત્રાલયનાં NCISM ના અધ્યક્ષ ડૉ. મનીષાબેન, MARBISM બોર્ડનાં પ્રમુખ ડૉ. મુકુલ પટેલ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનાં અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અને CVM યુનિવર્સિટીના પ્રમુખ એન્જિનિયર ભીખુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. દ્વિ-દિવસીય કાર્યક્રમમાં મહર્ષિ ચરક નિર્મિત ચરક સંહિતા પર પ્રો.ડૉ. એસ.કે.ખાંડેલ, પ્રો.ડૉ. શ્રીવત્સ, પ્રો.ડૉ. મહેશ વ્યાસ, પ્રો.ડૉ. એસ.એન.ગુપ્તા, પ્રો. વૈદ્ય તપનકુમાર, પ્રો.ડૉ. હિતેશ વ્યાસ અને પ્રો.ડૉ. અભિજીત સરાફ સહિતના પ્રસિદ્ધ વૈદ્યો દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં 250 જેટલા લોકોએ પેપર, પોસ્ટર અને શોર્ટ-ફિલ્મમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આયુર્વેદનાં સારભૂત અને નિત્ય જીવનલક્ષી બાબતો રજૂ કરતી 'સ્વાસ્થ્યમંજરી' નામની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુર્વેદના વિભિન્ન વિભાગો દ્વારા પ્રદર્શની અને મફત નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં સમાપન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. નિરંજન પટેલ અને CVM યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. ઇન્દ્રજીત પટેલના વરદહસ્તે વિજેતા પ્રતિભાગીઓને સર્ટિફિકેટ, સ્મૃતિચિહ્ન તેમજ રોકડ ઇનામ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ CVM યુનિવર્સિટીના મેડિકલ આયુષ ડાયરેક્ટર પ્રો.ડૉ. આર.ડી.પટેલ, એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંચાલક કીર્તિબેન પટેલ અને જી.જે.પી.આઈ.એ.એસ.આર.ના આચાર્ય પ્રો.ડૉ. સરિતા ભુતડાના માર્ગદર્શન હેઠળ, તેમજ સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષ પ્રો.ડૉ. રિતેશ ગુજરાથી દ્વારા સુચારુરૂપે સંચાલિત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વલ્લભ વિદ્યાનગરમાં ફાઇન આર્ટ્સ કોલેજોનો વાર્ષિક દિવસ:સી.વી.એમ. અને ઇપ્કોવાલા સંતરામ કોલેજે સંયુક્ત ઉજવણી કરી
    Next Article
    બોટાદમાં AAP એ સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારો જાહેર કર્યા:ઉમેદવારોએ દેવદર્શન કરી કાર્યકરો સાથે સંવાદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment