Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં AAP એ સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારો જાહેર કર્યા:ઉમેદવારોએ દેવદર્શન કરી કાર્યકરો સાથે સંવાદ કર્યો

    14 hours ago

    બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. AAP દ્વારા બોટાદ જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની ભીમદાડ બેઠક પર પરસોતમભાઈ રાઠોડ, કાનીયાડ બેઠક પર મંજુબેન ભુપતભાઈ જમોડ, નિગાળા બેઠક પર મમતાબેન બાવળીયા અને વાવડી બેઠક પર પૂરણબેન ડાભીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ, AAP ના જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ, તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટીયા અને ભુપતભાઈ ડાભી સહિતના ઉમેદવારોએ હડદડ ગામે કુલદેવી ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પછી, તરઘરા ગામે સિકોતર ધામ ખાતે સિકોતર માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાનીયાડ ખાતે ઝાંપડાદાદાના દર્શન કરવામાં આવ્યા હતા. અહીં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકતા અને જીતના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    GJPIASR માં મહર્ષિ ચરક સંસ્કૃત સમારોહ યોજાયો:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને CVM યુનિવર્સિટી દ્વારા દ્વિ-દિવસીય આયોજન
    Next Article
    સાવકા પિતાએ 13 વર્ષની દીકરીને 5 મહિના સુધી પીંખી:સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજારતો, આપવીતી જાણી માતાના પગ નીચેથી જમીન સરકી; આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment