Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે:આજે અમરેલીમાં સભા, કહ્યું- કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે, ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી

    1 day ago

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગતરોજ અરવિંદ કેજરીવાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે કેજરીવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નબળી વિદેશ નીતિને કારણે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસની સપ્લાયમાં તકલીફ પડી રહી છે. યુદ્ધના એક દિવસ પહેલા મોદીએ ઇઝરાયેલ જવાની શું જરૂર હતી. ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેશે. સાંજે 5 વાગે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા એક ખેતરમાં સભા સંબોધશે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા AAP પોતાના પ્રચારનો પ્રારંભ કરશે. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા એક ખેતરમાં સાંજે 5 વાગ્યે આ સભા યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી AAPના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડશે. આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો હાજર રહેશે. ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. AAPએ ગઈકાલે પોતાના 445 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટી ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત આપી રહી છે અને આ ચૂંટણીમાં પ્રથમવાર એકલા હાથે તમામ 12,000 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ પ્રવાસનો પ્રથમ કાર્યક્રમ અમરેલીની આ જનસભા છે. આ સભામાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ ઉપરાંત ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ પણ હાજર રહેશે. AAP નેતા મનોજ સોરઠિયાના જણાવ્યા અનુસાર, આ સભા ગુજરાતમાં પરિવર્તનનો વિશ્વાસ અને સંદેશ લઈને આવશે. તેમણે દાવો કર્યો કે આ આંદોલન ગુજરાતને ભાજપની ગુલામી અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાની શરૂઆત છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ સાથે સ્થાનિક પદાધિકારીઓ, અમરેલી જિલ્લાના અને આસપાસના જિલ્લાઓના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. પાર્ટીને આશા છે કે આ સભાનો સંદેશ ગુજરાતના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    GATE 2026માં પારૂલ યુનિવર્સિટીનો દબદબો, 69 સફળ:વડોદરાના 9 તેજસ્વી સિતારાઓએ ઓલ ઈન્ડિયા ટોપ 1000 રેન્કમાં મેળવ્યું સ્થાન
    Next Article
    'બાળકો સામે પરપુરુષો સાથે સહવાસ કરતી, અગણિત લફરા હતા':'સજા અપાવજો, દીકરા-દીકરી માફ કરજો પપ્પા નહીં જીવી શકે', અમદાવાદમાં સુસાઇડનોટ લખી પતિની આત્મહત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment