Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GATE 2026માં પારૂલ યુનિવર્સિટીનો દબદબો, 69 સફળ:વડોદરાના 9 તેજસ્વી સિતારાઓએ ઓલ ઈન્ડિયા ટોપ 1000 રેન્કમાં મેળવ્યું સ્થાન

    22 hours ago

    વડોદરાની ખ્યાતનામ પારૂલ યુનિવર્સિટીએ GATE 2026ની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શિક્ષણ જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે. આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં યુનિવર્સિટીના કુલ 69 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇ થયા છે, જે સંસ્થાના ક્વોલિટી એજ્યુકેશન અને સચોટ માર્ગદર્શનની સાક્ષી પૂરે છે. ટોપ 1000માં 9 વિદ્યાર્થીઓનો સમાવેશ આ વર્ષે ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 1000માં સ્થાન મેળવીને 9 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં આદિત્ય પુમ્ભાડિયા (AIR 224), ધ્રુવ વ્રજલાલ અંબાલિયા (AIR 279), જય પંચાલ (AIR 715), દિશા કાર્વા (AIR 715), જય ઠાકર (AIR 745), નકુલ બિયાની (AIR 785) અને વૈભવ વસાણી (AIR 949) એ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં આદર્શ મિશ્રાએ AIR 383 અને કમ્પ્યુટર સાયન્સમાં જય લક્કડે AIR 861 રેન્ક હાંસલ કર્યો છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલનું યોગદાન વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ યુનિવર્સિટીના સ્પેશિયલ 'કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સેલ'નો મોટો ફાળો રહ્યો છે. અહીં વિદ્યાર્થીઓને 1 અને 2 વર્ષના સ્પેશિયલ કોચિંગ પ્રોગ્રામ્સ તેમજ નિયમિત કરિયર કાઉન્સિલિંગ આપવામાં આવે છે. ખાસ કરીને GATE 2026 માટે આયોજિત વિનામૂલ્યે ક્રેશ કોર્સે અંતિમ સમયની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મદદ કરી હતી. પ્રેસિડેન્ટનો સંદેશ આ સફળતા બદલ ખુશી વ્યક્ત કરતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ પરિણામ વિદ્યાર્થીઓના સમર્પણ અને સુઆયોજિત મહેનતનું ફળ છે. અમારું લક્ષ્ય હંમેશા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંસાધનો અને માર્ગદર્શન પૂરું પાડી તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવાનું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર:ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 29મીએ ગુજકેટની પરીક્ષા, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
    Next Article
    અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે:આજે અમરેલીમાં સભા, કહ્યું- કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે, ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment