Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાળકો સામે પરપુરુષો સાથે સહવાસ કરતી, અગણિત લફરા હતા':'સજા અપાવજો, દીકરા-દીકરી માફ કરજો પપ્પા નહીં જીવી શકે', અમદાવાદમાં સુસાઇડનોટ લખી પતિની આત્મહત્યા

    20 hours ago

    અમદાવાદ શહેરમાં પત્નીના અન્ય પુરુષો સાથેના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળીને એક 42 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકે મરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં પત્નીના અન્ય પુરુષો સાથેના શારીરિક સંબંધોથી લઈને અને બાળકોના ભવિષ્ય અંગેની ચિંતા વ્યક્ત કરી અંગત જીવનની વેદના ઠાલવી હતી.સમગ્ર મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ‘તું આ બધા ધંધા છોડી દે આપણા બાળકો છે’ મૃતક ચિરિપાલ કંપનીમાં નોકરી કરતા હતા.એક મહિના પહેલા તેમને તેની પત્નીના કેટલાક પર પુરુષ સાથેના આડા શારીરિક સંબંધ હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમણે પત્નીના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવતા પત્નીના ઘણા પુરુષો સાથેના આ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.મૃતક પતિએ પત્નીને કહ્યું હતું કે તું આ બધા ધંધા છોડી દે આપણા બાળકો છે, સારું જીવન જીવીશું.જેથી તેણીએ પતિ સાથે ઝઘડો કર્યો અને તેના ભાઈઓના ઘરે જતા રહ્યા હતા. પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 21 માર્ચના રોજ પત્ની અને તેમના ભાઈઓના ઘરે બે બાળકોને લઈને જતા રહ્યા હતા અને જતા જતા પતિને ત્રાસ આપવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. 22 માર્ચના રોજ મૃતક ચાંદખેડા સ્થિત તેમના ભાઈના ઘરેથી કહ્યા વિના નીકળી ગયા હતા. બાલ્કનીમાંથી જોયું તો બેડરૂમમાં પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા ત્યાર બાદ મૃતકના ભાઈએ તેમના પડોશીને ફોન કરીને મૃતકના ઘરે મોકલ્યા હતા. જો કે મૃતકે ઘરનો દરવાજો પણ ખોલ્યો ન હતો. જેને પગલે તેના ભાઈઓ અને આસપાસના લોકો ઘરે ભેગા થયા હતા. ઘરની ગેલેરીમાંથી જોતા જ મૃતકે બેડરૂમમાં પંખા સાથે કપડાની ચાદરની પટ્ટી બાંધીને ગળે ફાંસો ખાધેલો હતો. ત્યાર બાદ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.જોકે તેનું સ્થળ પર જ મોત હતું. ‘25 લાખ વાપરી નાખ્યા’ મૃતકના બેડરૂમમાં સોફા પરથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે હું આત્મહત્યા કરું છું, કારણકે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા. જેના મેં તેના મોબાઈલ નંબર પરથી સ્ટેટમેન્ટ કાઢ્યા છે. મેં 25 લાખ વાપરી નાખ્યા તેમ છતાં હું સમાધાન કરીને તેને લઈ આવ્યો હતો, તેમ છતાં તેના ભાઈઓ આવીને લઈ ગયા છે. ‘હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું મને માફ કરજો’ હું મારા બાળકોને બહુ પ્રેમ કરું છું. મને માફ કરજો. મારી મમ્મી અને ભાઈએ બહુ સહન કર્યું. મારા કારણે હવે હું બધાની માફી માગું છું. મારા પત્નીના સંબંધો મહેશ દેસાઈ, વિષ્ણુ દેસાઈ, મહેશ ઠાકોર, મહેશ ચૌધરીના દરેકના નંબર કોલ ડીટેઇલમાં અને વોટ્સએપમાં પણ છે. ‘બાળકોની સામે પરપુરુષો સાથે બેડરૂમમાં સહવાસ કરતી’ મારી પત્નીએ એક વર્ષ સુધી મારા બાળકોને શાળાએ ના મૂક્યા અને તેમની સામે પરપુરુષો સાથે મારા બેડરૂમમાં સહવાસ કરતી હતી અને બાળકો બહાર હોલમાં ટીવી જોતા રહેતા હતા. તેમ છતાં હું બધું ભૂલી આગળ જિંદગી જીવવા માંગતો હતો. હું મારા પરિવાર સિવાય જિંદગીની કલ્પના કરી શકતો નથી. મારી પત્ની બે વર્ષથી બીજો મોબાઈલ પણ મારાથી સંતાડીને રાખતી હતી. ‘તેના અગણિત લફરા હતા’ તેના અગણિત લફરા હતા. જે નંબરની સીડીઆરથી ખબર પડી જશે. હું મરું તો મારા બાળકો નાના ભાઈ અને મારી મમ્મીને સોંપજો, શક્ય હોય તો મારી પત્નીને સજા અપાવજો. મારા દીકરા-દીકરી માફ કરજો પપ્પા હવે નહીં જીવી શકે..અલવિદા. પત્ની સામે આત્મહત્યા માટે દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ આ સ્યુસાઇડ નોટના આધારે રાણીપ પોલીસે મૃતકની પત્ની સામે આત્મહત્યા માટે દુષ્પપ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે સ્યુસાઇડ નોટ FSLમાં મોકલવામાં આવી છે,આરોપીની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે:આજે અમરેલીમાં સભા, કહ્યું- કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે, ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી
    Next Article
    5 PM Gujarati News LIVE | 5 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment