Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રીઓના અધૂરા જવાબથી વિધાનસભા અધ્યક્ષ બગડ્યા:કહ્યું, પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપો, અધિકારીઓને ટકોર કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’

    21 hours ago

    ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું હતું, જેમાં અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડાથી લઈને સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં પોલીસકર્મીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 93 કેદીઓના કસ્ટડીમાં મોત નોંધાયા છે, જેમાંથી 79 મોત જેલ કસ્ટડીમાં અને 14 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. જે કસ્ટડી સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જોકે, પ્રશ્નોના જવાબોમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિષયાંતર અને અપૂરતી માહિતીને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવી મંત્રીઓ સહિત અધિકારીઓને પણ જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગૃહમાં ગંભીર ચર્ચાઓ વચ્ચે અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ પટેલને ભૂલથી કેશુબાપા સંબોધતા હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું. મંત્રીઓના અધૂરા જવાબને પગલે અધ્યક્ષનું કડક વલણ પ્રશ્નકાળ દરમિયાન કેટલાક મંત્રીઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હોવાથી અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક ટિપ્પણી કરી. મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપે. અધિકારીઓને ટકો કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’ અધ્યક્ષે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું કે, મંત્રીઓને યોગ્ય રીતે બ્રીફ કરવી તેમની જવાબદારી છે. વિધાનસભામાં અધિકારીઓ માત્ર દર્શક બનીને બેસવા માટે આમંત્રિત નથી કરવામાં આવતા. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ–સુરતમાં 201 કરોડથી વધુની ઠગાઈ અમિત ચાવડા દ્વારા ગૃહમાં ઉઠાવાયેલા પ્રશ્નમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 1,34,45,44,975 અને સુરત શહેરમાં 66,93,10,941 જેટલો સાયબર ફ્રોડ થયો હોવાનું ગૃહમાં જણાવાયું, જે કુલ મળીને 2,01,38,55,916 થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અમદાવાદ શહેરના ગુન્હાઓમાં 664 આરોપીઓ પકડાયા છે, જ્યારે અમદાવાદમાં 664 અને સુરત શહેરના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 680 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 49 કરોડથી વધુ અને સુરતમાં 6 કરોડથી વધુની રકમ રિકવર કરવામાં આવી છે. સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં PSI સહિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી તુષાર ચૌધરીએ ગૃહમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, સાબરકાંઠામાં નશીલા પદાર્થોના કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે. દારૂ પરમિટ પ્રક્રિયા માટે આવક અને IT રિટર્ન ફરજિયાત ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે, અરજદારની ઉંમર, રહેઠાણ અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ થાય છે. મુંબઈ લિકર એક્ટ હેઠળ પરમિટ માટે 25,000 માસિક આવક અને છેલ્લા 8 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત છે. અધ્યક્ષ ભૂલથી ‘કેશુબાપા’ બોલતા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું ધારાસભ્ય કેશુભાઈ પટેલનો પ્રશ્ન આવતા અધ્યક્ષ ભૂલથી ‘કેશુબાપા’ બોલી ગયા, જેના કારણે ગૃહમાં હાસ્યજનક માહોલ સર્જાયો હતો. ઇમરાન ખેડાવાલાના પ્રશ્ને મંત્રી વિષયાંતરે જતાં અધ્યક્ષે રોક્યા ઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો જવાબ આપતા મંત્રી જયરામ ગામીત વિષયાંતર જઈ રહ્યા હતા. અધ્યક્ષે તરત જ તેમને ટોકી યોગ્ય જવાબ આપવા સૂચના આપી. કસ્ટડીમાં મોતના આંકડા વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 93 કેદીઓના કસ્ટડીમાં મોત નોંધાયા છે, જેમાંથી 79 મોત જેલ કસ્ટડીમાં અને 14 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ અસર જોવા મળી છે, જ્યાં માત્ર જેલ કસ્ટડીમાં જ 24 કેદીઓના મોત નોંધાયા છે, જે કસ્ટડી સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. માનવ અધિકાર આયોગમાં પડતર કેસ છેલ્લા એક વર્ષમાં માનવ અધિકાર આયોગમાં કુલ 567 કેસો પડતર રહ્યા છે. તેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 108 કેસો પેન્ડિંગ છે, જે ફરિયાદોના નિવારણમાં વિલંબ દર્શાવે છે. આતંકવાદ વિરોધી બિલ ગૃહમાં પાસ વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક ટેકનિકલ સુધારા સાથે ગૃહમાં રજૂ થયું અને વિના વિરોધે પસાર કરવામાં આવ્યું. ઉમેશ મકવાણાએ નાના ગુનેગારો અને ગેંગ સામે કડક કાર્યવાહીની માગ કરી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બિલને સમર્થન આપતા પાટણના ઝિલીયા ફાર્મહાઉસ તોડવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નાના ગુનેગારો અને ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી તેમજ ગુનેગારોની મિલકતો તોડી તેની રકમ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવાનું સૂચન આપ્યું હતું. પોલીસની કડક કામગીરીને કારણે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહી સરકારના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસની કડક કામગીરીને કારણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહી છે. અનેક અસમાજિક તત્વો જેલમાં છે અથવા રાજ્ય છોડીને ગયા છે અને છેલ્લા 10 વર્ષમાં ઘણા ગુનેગારો ઝડપાયા છે. જ્યારે નવા કાયદામાં સાયબર ક્રાઇમ અને આતંકવાદ રોકવા માટે કડક જોગવાઈઓ સાથે સ્પેશિયલ કોર્ટની રચનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદો અમલમાં આવ્યા પછી અત્યાર સુધી 118 ગુન્હા નોંધાયા છે, 941 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, 215 આરોપીઓ કસ્ટડીમાં છે અને કુલ 15.64 કરોડની મિલકતો તોડી પાડવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત નથી:ભાવમાં પણ કોઈ વધારો થયો નથી, ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ ખરીદવાનું ટાળો
    Next Article
    પેટ્રોલની અછતની અફવા 'ઈ-ક્રાંતિ' લાવી:સુરતમાં 5 દિવસમાં 343 ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં, શોરૂમ્સ પર ઇન્કવાયરી બમણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment