Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત નથી:ભાવમાં પણ કોઈ વધારો થયો નથી, ગભરાઈને જરૂરિયાત કરતાં વધુ ખરીદવાનું ટાળો

    17 hours ago

    કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ પંપોને સપ્લાય કરતા ટર્મિનલો પર પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. દિલ્હીમાં આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ લોકોને ડર અને ગભરાટમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવાનું ટાળવા અપીલ કરી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. સુજાતા શર્માએ કહ્યું- ગભરાટભરી ખરીદીને કારણે છેલ્લા બે દિવસમાં ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો અને રિટેલ આઉટલેટ્સની બહાર લાંબી કતારો જોવા મળી છે. અમે જણાવવા માંગીએ છીએ કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે. અમારી પાસે વાર્ષિક આશરે 26 કરોડ ટન ક્રૂડ ઓઇલ રિફાઇન કરવાની ક્ષમતા છે. ઈરાન સાથે ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધનો આજે 26મો દિવસ છે. યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તેલ અને ગેસ સપ્લાય પ્રભાવિત છે. ભારત તેની જરૂરિયાતનું 50% ક્રૂડ ઓઇલ અને 54% LNG આ જ માર્ગેથી મંગાવે છે. સરકારે કહ્યું- ડિસ્ટ્રીબ્યુટર પાસે LPGની કોઈ અછત નથી પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે- છેલ્લા 25 દિવસમાં લગભગ 2.5 લાખ નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, લગભગ 2.20 લાખ ગ્રાહકો LPG માંથી PNGમાં શિફ્ટ થયા છે. તેમજ લગભગ 2.5 લાખ નવી અરજીઓ અથવા રજીસ્ટ્રેશન પણ પ્રાપ્ત થયા છે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે LPGની પણ કોઈ અછત નથી અને ઓનલાઈન બુકિંગ સારી રીતે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 26 રાજ્યોએ 22,000 ટન કોમર્શિયલ LPGની ફાળવણી કરી છે, જેમાં રાજ્ય સરકારો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ બંનેનો પુરવઠો શામેલ છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે કેરોસીનને વૈકલ્પિક ઇંધણ તરીકે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વધારાની ફાળવણી આપી છે અને લગભગ 16 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના આદેશો જારી કરવામાં આવ્યા છે. તે જ સમયે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને બ્લેક માર્કેટિંગ અને સંગ્રહખોરી રોકવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં રાજ્યોની ભૂમિકા મહત્વની છે. આ અંતર્ગત ગઈકાલે વિવિધ રાજ્યોમાં લગભગ 2700 દરોડા પાડવામાં આવ્યા અને લગભગ 2000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા. હોર્મુઝ ફારસની ખાડીથી અરબી સમુદ્રને જોડતો જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ 167 કિમી લાંબો જળમાર્ગ છે, જે ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. ઈરાન યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત રહ્યો નથી. ખતરાને જોતા કોઈ પણ તેલ ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યું નથી. દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20% હિસ્સો અહીંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઇરાક અને કુવૈત જેવા દેશો પણ તેમની નિકાસ માટે આના પર નિર્ભર છે. ઈરાન પોતે આ જ રૂટથી નિકાસ કરે છે. LPG સંકટને લઈને હવે સરકારે આ પગલાં લીધાં 6 માર્ચ: ઘરેલુ સિલિન્ડરના બુકિંગ માટે 21 દિવસનો લોક-ઇન પિરિયડ શરૂ કરવામાં આવ્યો (એટલે કે, એક સિલિન્ડર મળ્યાના 21 દિવસ પછી જ બીજો બુક થશે). 9 માર્ચ: ડિમાન્ડ વધવા પર શહેરોમાં લોક-ઇન પિરિયડ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો. 12 માર્ચ: ગ્રામીણ વિસ્તારો માટે સિલિન્ડર બુકિંગનો ગેપ વધારીને 45 દિવસ કરવામાં આવ્યો. 14 માર્ચ: પેટ્રોલિયમ મંત્રાલયે PNG (પાઇપ ગેસ) યુઝર્સ માટે LPG સિલિન્ડર રાખવું ગેરકાયદેસર જાહેર કર્યું. હવે PNG કનેક્શન ધરાવતા લોકોને પોતાનો સિલિન્ડર સરન્ડર કરવો પડશે અને તેઓ રિફિલિંગ કરાવી શકશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું-અમેરિકા પાસે તાકાત હોત તો યુદ્ધ જીતી ગયું હોત:તમારી હારને સમાધાનનું નામ ન આપો, ટ્રમ્પના સીઝફાયરના પ્રયાસોની મજાક ઉડાવી
    Next Article
    મંત્રીઓના અધૂરા જવાબથી વિધાનસભા અધ્યક્ષ બગડ્યા:કહ્યું, પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપો, અધિકારીઓને ટકોર કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment