Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલની અછતની અફવા 'ઈ-ક્રાંતિ' લાવી:સુરતમાં 5 દિવસમાં 343 ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં, શોરૂમ્સ પર ઇન્કવાયરી બમણી

    13 hours ago

    સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. પેટ્રોલ પંપો પર લાગતી વાહનોની લાંબી કતારો અને ઇંધણની અનિશ્ચિતતાથી કંટાળેલા સુરતીઓએ હવે કાયમી વિકલ્પ શોધવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરને મળ્યો છે. અછતની આશંકા વચ્ચે લોકો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, જેને કારણે શહેરના ઓટોમોબાઈલ માર્કેટમાં નવી તેજી જોવા મળી રહી છે. 5 દિવસમાં 343 વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ આંકડાકીય માહિતી મુજબ, સુરતમાં છેલ્લા માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ કુલ 343 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. શોરૂમ સંચાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20થી 25 ગ્રાહકો પૂછપરછ માટે આવતા હતા, જે આંકડો છેલ્લા એક સપ્તાહમાં વધીને 45થી 50 સુધી પહોંચી ગયો છે. આમ, ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટેની ઇન્કવાયરીમાં સીધો 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોમર્શિયલ સેક્ટરમાં લો-સ્પીડ વાહનોનો દબદબો બજારના ટ્રેન્ડ મુજબ, કુલ વેચાણ અને ઇન્કવાયરીમાં 80 ટકા હિસ્સો 'લો-સ્પીડ' વાહનોનો છે. ખાસ કરીને નાના વેપારીઓ, ડિલિવરી બોયઝ અને સ્થાનિક ફેરીયાઓ દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે આ વાહનોની માગ વધુ કરવામાં આવી રહી છે. હાઈ-સ્પીડ વાહનોની સરખામણીએ લો-સ્પીડ વાહનો સસ્તા હોવા ઉપરાંત તેમાં આરટીઓ રજિસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી, જે વ્યવસાયિક ઉપયોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વધતું આકર્ષણ બીજી તરફ, શૈક્ષણિક ક્ષેત્રે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા જ વાલીઓ પોતાના સંતાનોને ભેટ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર અપાવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓમાં લો-સ્પીડ બાઇકની ડિમાન્ડમાં મોટો વધારો જોવા મળ્યો છે. પરીક્ષાના ટેન્શન બાદ હવે વેકેશન અને આગામી કોલેજ કાળ માટે સુરક્ષિત અને કરકસરભર્યા વાહન તરીકે EV પહેલી પસંદ બની રહ્યા છે. ખિસ્સાને પરવડે તેવું અને પર્યાવરણને અનુકૂળ પેટ્રોલના સતત વધતા ભાવ અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર 15થી 20 પૈસા જેટલો આવે છે. સુરતમાં ચાર્જિંગ સ્ટેશનોની વધતી સુવિધા અને ઇકો-ફ્રેન્ડલી અભિગમને કારણે લોકો હવે માનસિક રીતે પેટ્રોલ એન્જિન છોડીને બેટરી સંચાલિત વાહનો અપનાવવા તૈયાર થયા છે. આગામી દિવસોમાં આ ડિમાન્ડ હજુ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઈન્કવાયરી ડબલ થઈ ગઈ પ્રશાંતભાઈ રાઠોડ (ઓનર શ્રી જલારામ ઇલેક્ટ્રિક ) એ જણાવ્યું હતું કે, અત્યારે જે તાજેતરની પરિસ્થિતિ ઉદભવી છે, જે ઇઝરાયેલ-ઈરાનનું યુદ્ધ છે, એના લીધે એવું છે કે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં થોડું મોડું થાય છે. એના લીધે પેટ્રોલ પંપ પર જે અફવાઓને કારણે લાઈનો લાગી રહી છે, તેના લીધે અમારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ફીલ્ડમાં ઈન્કવાયરીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. સ્ટુડન્ટ સબસિડીન કારણે પણ ડિમાન્ડમાં વધારો કસ્ટમર પણ અત્યારે (ઇલેક્ટ્રિક વ્હીકલ) લેવા માટે વધારે ઈચ્છુક છે. તદુપરાંત, અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે અને ધો-10-12ની પરીક્ષાઓ હમણાં જ પૂર્ણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000ની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે. જેના કારણે માગમાં ખૂબ જ ખાસો વધારો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રીઓના અધૂરા જવાબથી વિધાનસભા અધ્યક્ષ બગડ્યા:કહ્યું, પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપો, અધિકારીઓને ટકોર કરતા કહ્યું ‘મૂક પ્રેક્ષક બનીને ન બેસો’
    Next Article
    સરકાર હજ યાત્રીઓને સુરક્ષા માટે સ્માર્ટ વોચ આપશે:પાટણમાં 300થી વધુ યાત્રીઓનો તાલીમ કેમ્પ, એપ્રિલના અંતમાં મક્કા રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment