Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના પરંપરાગત વેપારીઓના ધંધા પર ગંભીર અસર:ઓનલાઈન ખરીદી-મોલમાં સસ્તું મળતું હોવાથી શહેરના 300થી વધુ વેપારીએ ધંધો આટોપી લીધો

    1 day ago

    ઓનલાઇન વેપાર અને મોટા મોલની વધતી સ્પર્ધાને કારણે અમદાવાદના પરંપરાગત વેપારીઓના ધંધા પર ગંભીર અસર પડી રહી છે. અમદાવાદ વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજભાઈ ડોડવાણીના દાવા મુજબ, શહેરમાં 300થી વધુ નાના-મોટા વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. અનેક વેપારીઓને ધંધો બદલવાની અથવા નોકરી સ્વીકારવાની ફરજ પડી છે. આવી પરિસ્થિતિમાં યુપીઆઈ પેમેન્ટ પર ટેક્સ લાદવાની કોઈ યોજના હોય તો તેને કાયમી ધોરણે રદ કરવાની માગ સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અને મોટા રિટેલ મોલની સ્પર્ધા વધી છે. ગ્રાહકોને ઓનલાઇન ખરીદીમાં મળતી વિવિધ ઓફરો અને ડિસ્કાઉન્ટની સામે પરંપરાગત દુકાનદારો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ભાડું, કર્મચારીઓનો પગાર, વીજળી અને અન્ય ખર્ચમાં વેપારીઓએ સતત ખર્ચ ઉઠાવવો પડે છે. તેની સામે ધંધામાં પૂરતો નફો મળતો ન હોવાથી નાના વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મોલ, ઈ-કોમર્સ પોર્ટલ અને ઓછા માર્જિનના કારણે શહેરના 38 સહિત રાજ્યના 476 ડિસ્ટ્રિબ્યુટરે પણ પોતાના ધંધા સમેટી લીધા હતા. કંપનીઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ને મોલને સસ્તામાં માલ આપે છે જેથી આ પરિસ્થિતિમાં ટકવું મુશ્કેલ છે રીલીફ રોડ પર 30 વર્ષથી ઈલેક્ટ્રોનિક્સનો ધંધો કરતા હતા પરંતુ ઓનલાઇન અને મોલના કારણે ધંધાની હરીફાઇમાં ટકી શકયા નહીં. કંપનીઓ પણ તેમને ખૂબ સસ્તામાં માલ આપે અમારે તેમની વેચાણ કિંમતે પડતર થતી હતી. આવી પરિસ્થિતિમાં ટકવું ખૂબ જ અઘરું થઇ ગયું હતું. જેથી બિઝનેસ બંધ કરીને બીજા બિઝનેસમાં આવવું પડ્યું. - ગોપાલ રાધાણી, વેપારી ઓનલાઈન સસ્તું મળતું હોવાના કારણે હવેની નવી પેઢી દુકાને ખરીદી કરવા માટે આવતી જ નથી મેઘાણીનગરમાં 35 વર્ષ જૂનો બિઝનેસ બંધ કર્યો પહેલાના લોકો નજીકની દુકાનોમાંથી ખરીદી કરતા હતા અને વફાદાર હતા. હપ્તે વસ્તુઓ લઇ જતા અને સમયસર હપ્તો ચૂકવતા હતા. હવેની નવી પેઢીઓ નજીકની દુકાને આવતા નથી અને ઓનલાઇન સસ્તુ મળતું હોવાથી ત્યાંથી ખરીદી કરી લેતા હોય છે. આવા સંજોગોમાં વેપારમાં નુકસાન થતું હતું. - રાજુભાઇ ઠાકોર, મેઘાણીનગર
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ:શેરબજારમાં રોકાણના નામે મેનેજર સાથે રૂા.15.82 લાખની છેતરપિંડી
    Next Article
    Mitchell Starc Unsure Of IPL 2027 Participation, Australia Coach Issues Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment