Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષનું આગમન:રામનવમીએ નવનિર્મિત સેવક ભવનનું ઉદ્ઘાટન અને વિવેક હૉલમાં ભક્તોને પાઠવશે પાવન આશીર્વચન

    16 hours ago

    રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે આગામી દિવસો ભક્તિ અને આધ્યાત્મિકતાના પર્વ સમાન બની રહેશે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈને આશ્રમ પરિવાર અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વામીજીનું આગમન અને કાર્યક્રમની રૂપરેખા સ્વામી સુહિતાનંદજી મહારાજ ગુરુવાર, તા. 26 માર્ચના રોજ રાજકોટના આંગણે પધારશે. તેમના રોકાણ દરમિયાન વિવિધ સેવાકીય અને આધ્યાત્મિક પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજશ્રીના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. રામનવમીના પવિત્ર દિવસે ‘સેવક ભવન’નું લોકાર્પણ તા. 27 માર્ચના રોજ જ્યારે સમગ્ર દેશ રામનવમીની ઉજવણી કરતો હશે, ત્યારે રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગ્યે પૂજ્ય સ્વામીજીના હસ્તે આશ્રમ પરિસરમાં જ નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ભવન આશ્રમના કર્મચારીઓના નિવાસ માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે મહારાજશ્રીની હાજરીમાં લોકાર્પિત થશે. આશીર્વચન અને વિદાય તા. 28 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે આશ્રમના ‘વિવેક હૉલ’માં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ ઉપસ્થિત જનમેદનીને પોતાના પાવન આશીર્વચન અને માર્ગદર્શન પાઠવશે. આશ્રમ પરિવાર દ્વારા શહેરની જનતાને આ સભાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ અપાયું છે. પોતાની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરી મહારાજ રવિવાર, તા. 29 માર્ચના રોજ સવારે રાજકોટથી પ્રસ્થાન કરશે.
    Click here to Read More
    Previous Article
    સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ધ 1.95 કરોડની વ્યાજખોરીની ફરિયાદ:સાથી કાર્યકરને જ પાયમાલ કર્યાનો આક્ષેપ, 1.05 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા છતાં વધુ 1.95 કરોડની માંગણી
    Next Article
    સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા ગયોને ડૂબતાં યુવાનનું મોત:મિત્રએ CPR આપ્યું છતાં કોલેજીયને જીવ ગુમાવ્યો, રાજકોટમાં અવધ બંગલા પાસેના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment