Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલો હતો; શહેરા પોલીસ સ્ટેશનને સોંપાયો

    11 hours ago

    પંચમહાલ પોલીસે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી રિયાજ રફીક મન્સુરી (રહે. ગોધરા) ને ઝડપી પાડ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની આ એક મોટી સફળતા માનવામાં આવે છે. આરોપી રિયાજ મન્સુરી શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને એસ.પી. ડો. હરેશ દૂધાત દ્વારા આ આરોપીને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને ખાનગી બાતમી મળી હતી કે આરોપી ગોધરાના સફારી પાર્ક વિસ્તારમાં છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રિયાજ મન્સુરીને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચંડીસર HPCL પ્લાન્ટમાં સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ:આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા તંત્ર, પોલીસ, ફાયર વિભાગ જોડાયા
    Next Article
    શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ:પેસેન્જરોમાં દોડધામ, આગ કાબૂમાં; બીઆરટીએસ બસ સ્ટેન્ડ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment