Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ:પેસેન્જરોમાં દોડધામ, આગ કાબૂમાં; બીઆરટીએસ બસ સ્ટેન્ડ બંધ

    11 hours ago

    અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સેટેલાઈટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આજે(25 માર્ચ) આગ લાગવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની બે ગાડીઓને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ ઉપર આગ લાગવાની ઘટના બનતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. તમામ પેસેન્જર તાત્કાલિક બસ સ્ટેન્ડની બહાર રોડ ઉપર દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. બસના કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગવા અંગેનું કારણ જાણવા એફએસએલ અને બીઆરટીએસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આગ લાગવાની ઘટનાના કારણે હાલ પૂરતું બીઆરટીએસ બસ સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું છે. BRTS બસ સ્ટેન્ડમાં આગ, પેસેન્જર-સ્ટાફમાં દોડધામ શિવરંજની ચાર રસ્તા નજીક BRTS બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ જવા માટેની રોજની 100થી વધારે બસોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે આજે(25 માર્ચ) બપોરના સમયે BRTS બસ સ્ટેન્ડમાં આવેલા કેબિનના ઉપરના ભાગે આગ લાગવાની ઘટના બની હતી. અચાનક જ કોઈપણ કારણોસર આગ લાગી હતી. જેના કારણે પેસેન્જર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. બસ સ્ટેન્ડનો દરવાજો ના ખુલતા બે બસો ફસાઈ આગ લાગી હોવાના પગલે તાત્કાલિક ધોરણે લોકો બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા હતા. આગ લાગી તે સમયે બે બસો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરને ઉતારવા માટે ઊભી હતી. જોકે ત્યારે જ બસ સ્ટેન્ડનો દરવાજો ખુલ્યો નહોતો. જેના કારણે બે બસો બહાર નીકળી શકી નહોતી, પાછળ એક ઇલેક્ટ્રીક બસ આવતી હતી જેને ડ્રાઇવરે સમય સૂચકતાથી ઉભી રાખી અને પાછળ કરી દીધી હતી. BRTS બસ સ્ટેન્ડની આગ કાબૂમાં જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમા લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલો હતો; શહેરા પોલીસ સ્ટેશનને સોંપાયો
    Next Article
    Cybercrimes remain unsolved due to tech sophistication and cross-border networks: Karnataka Home Minister Parameshwara

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment