Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંડીસર HPCL પ્લાન્ટમાં સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ:આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા તંત્ર, પોલીસ, ફાયર વિભાગ જોડાયા

    12 hours ago

    બનાસકાંઠાના ચંડીસર સ્થિત એચ.પી.સી.એલ. પ્લાન્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા ચકાસવાનો હતો. ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોક ડ્રીલ દ્વારા કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે તંત્રની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પ્રતિભાવ સમય (Response Time) માં જરૂરી સુધારા-વધારા સૂચવવાનો પણ તેનો હેતુ હતો. આ મોક ડ્રીલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. પ્લાન્ટમાં કટોકટીની કાલ્પનિક સ્થિતિ ઊભી કરીને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મામલતદાર શૈલેષ પ્રજાપતિએ આ તકે જરૂરી સૂચનો આપી વહીવટી તંત્રની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતા વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ:ગેસ સિલિન્ડર અને રિફિલિંગ સાધન સહિત ₹3.48 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ઝડપાયા
    Next Article
    પંચમહાલ પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારના ગુનામાં સંડોવાયેલો હતો; શહેરા પોલીસ સ્ટેશનને સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment