Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ:ગેસ સિલિન્ડર અને રિફિલિંગ સાધન સહિત ₹3.48 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ ઝડપાયા

    14 hours ago

    દ્વારકા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹3,48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનોનો સમાવેશ થાય છે. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ, પી.આઈ. એ. એલ. બારસિયા અને સ્થાનિક પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ અને તેમની ટીમે રૂપેણબંદર વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ત્રણ શખ્સો જાહેરમાં કોઈપણ સલામતીના સાધનો વગર ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરવાનું જોખમી કામ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓમાં રૂપેણબંદરના સહાદતહુસેન અલ્તાફહુસેન મલિક (ઉં.વ. 35), મોહમ્મદ મોહીનુદ્દીન રહીમ શેખ (ઉં.વ. 19) અને નજીર રહીમ શેખ (ઉં.વ. 21) નો સમાવેશ થાય છે. સહાદતહુસેન મલિક 'મલિક ગેસ એજન્સી' નામે ગેસ એજન્સી અને ગેસ ચુલા રિપેરિંગનું કામ કરે છે, જ્યારે અન્ય બે તેની એજન્સીમાં કામ કરે છે. આરોપીઓ દ્વારા જાહેર સ્થળે બેદરકારીપૂર્વક ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરાતું હોવાથી આગ લાગવા અથવા વિસ્ફોટ જેવી ગંભીર ઘટના સર્જાવાની શક્યતા હતી, જેનાથી આસપાસના લોકોના જાનમાલને પણ જોખમ ઊભું થતું હતું. પોલીસે સ્થળ પરથી જુદી જુદી કંપનીના કુલ 202 ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર, ચાર ઇલેક્ટ્રિક મોટર, વાયર, પાઇપ, રેગ્યુલેટર અને વજન કાંટો સહિતના સાધનો કબજે કર્યા છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત ₹3,48,300 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ.ની કલમ 287 તેમજ વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. એન. એસ. ગોહિલ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પેન્શનરોના હકો પર તરાપ સહન નહીં કરાય:વેલિડેશન એક્ટના વિરોધમાં ભાવનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો
    Next Article
    ચંડીસર HPCL પ્લાન્ટમાં સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ:આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા તંત્ર, પોલીસ, ફાયર વિભાગ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment