Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રને બેવડું સન્માન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉત્તમ મારુને ગીતાભૂષણ અને શતસુભાષિતપંડિત પદવી એનાયત થશે

    13 hours ago

    સંસ્કૃત ભાષા અને સંસ્કારોના જતન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત ભવનના પીએચડી છાત્ર ઉત્તમ મારુએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આગામી 28 માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્યસ્તરીય ગીતા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને 'ગીતાભૂષણ:' અને 'શતસુભાષિતપંડિત:' જેવી પ્રતિષ્ઠિત પદવીઓથી સન્માનિત કરવામાં આવશે. કઠિન કસોટી બાદ મળી સિદ્ધિ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી 'યોજના પંચકમ્' અંતર્ગત આ સન્માન આપવામાં આવે છે. જે વ્યક્તિને શ્રીમદ્ ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાયના 700 શ્લોક મુખપાઠ હોય તેમને જિલ્લા અને યુનિવર્સિટી કક્ષાની આકરી સમીક્ષા બાદ 'ગીતાભૂષણ:'ની ઉપાધિ મળે છે. તેવી જ રીતે, 100 સુભાષિતો કંઠસ્થ કરનારને 'શતસુભાષિતપંડિત:' તરીકે નવાજવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં માત્ર 118 વ્યક્તિઓ આ સન્માન માટે પસંદ થઈ છે, જેમાં માત્ર 4 વ્યક્તિઓ જ એવી છે જેમને આ બંને પદવીઓ એકસાથે મળી રહી છે. ઉત્તમ મારુ આ ગૌરવશાળી યાદીમાં સ્થાન પામ્યા છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પ્રદાન ઉત્તમ મારુ હાલમાં સંસ્કૃત ભવનના અધ્યક્ષ પ્રો. આર. એન. કાથડના માર્ગદર્શન હેઠળ "માનવીય સમસ્યાઓ કે નિર્મૂલન મેં શ્રીમદ્દ ભગવદગીતા કા પ્રદાન" વિષય પર પીએચડી કરી રહ્યા છે. નોંધનીય છે કે તેમણે તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 ની પરીક્ષા પાસ કરી છે અને હાલ લાલપુરની સરકારી વિનયન કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. યુનિવર્સિટી પરિવારમાં આનંદની લહેર આ રાષ્ટ્રીય કક્ષાની પ્રસિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ તેમજ ભવનના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્તમ મારુને અભિનંદન પાઠવ્યા છે. સંસ્કૃત ભાષાને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથેની તેમની આ મહેનત આજે રાજ્ય કક્ષાએ ઝળકી રહી છે.
    Click here to Read More
    Previous Article
    CMના હસ્તે પ્રમુખસ્વામી ઓડિટોરિયમથી રૂ.632 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાશે:મનપાની ચૂંટણી પૂર્વે લોકોને રોડ-રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની ભેટ આપશે
    Next Article
    દારૂની 3 હજાર બોટલ પર રોલર ફરી વળ્યું:વડોદરાના ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16.53 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment