Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMના હસ્તે પ્રમુખસ્વામી ઓડિટોરિયમથી રૂ.632 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાશે:મનપાની ચૂંટણી પૂર્વે લોકોને રોડ-રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની ભેટ આપશે

    13 hours ago

    રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હાલમાં મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સત્તાવાર આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી મહાપાલિકા તંત્ર દ્વારા રાજકોટનાં જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ અપાયું હતું. જે અંતર્ગત આગામી 28 માર્ચને શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવશે અને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રૂ.632 કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. જેમાં લોકોને રોડ- રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની મોટી ભેટ મળશે. 28 માર્ચે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ સીએમ દ્વારા અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રાપ્ત વિગત અનુસાર, આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા હવે 28 માર્ચનાં શનિવારે સીએમ ભુપેન્દ્ર પટેલનાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. આગામી શનિવારનાં રોજ બપોરે 4થી 5 દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે રોડ-રસ્તા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત રૂ. 543 કરોડનાં ખાતમુહૂર્ત અને ઘંટેશ્વર તેમજ રૈયાધાર STP અને પંપિંગ સ્ટેશન સહિત રૂ. 88 કરોડનાં લોકાર્પણ મળી રૂ. 632 કરોડનાં પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. 100 કરતા પણ વધુ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી મુખ્યમંત્રીનો આ કાર્યક્રમ ફાઇનલ થતા જ મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જુદી-જુદી 24 સમિતિ બનાવી 100 કરતા પણ વધુ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમ માટે કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે કોઈપણ કચાશ ન રહે તે માટે તમામ વિભાગોનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી રીતે ગોઠવણ કરવામાં આવી રહી છે. ચૂંટણી પૂર્વે રાજકોટને રૂ. 632 કરોડના વિકાસ કામોની ભેટ રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 632 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં કુલ રૂ. 543 કરોડના ખાતમુહૂર્ત અને રૂ. 88 કરોડનાં લોકાર્પણ પણ સામેલ છે. ખાતમુહૂર્ત થનારા કામો પૈકી મોટાભાગના તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ તેમજ પ્રકાશ વ્યવસ્થા સુધારવા સહિત 44 વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ. 88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબૂત બનાવશે. રૈયાધાર ખાતે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 33.30 કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના 56 MLD STP પાસે 23 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કાર્યરત થતા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે તથા પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે. ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 30.85 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે 15 MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે 5 વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકલ્પથી નવા વિકસતા વિસ્તારોમાં સુએજ નિકાલની સુવિધા સુવ્યવસ્થિત બનશે. સીવેજ પમ્પીંગ સ્ટેશન અને પાઈપલાઈનનું કામ વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 15.81 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-1 અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-2 બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે 2 વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે. રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો જી.એસ.આર. વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. 8.27 કરોડના ખર્ચે રેલનગર હેડવર્ક્સ ખાતે 139 લાખ લીટર ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે અને શહેરના વિસ્તારોમાં પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ બનશે. આમ રૂ. 88.25 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. 543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે. બાંધકામ વિભાગ બાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. 368.01 કરોડના કુલ 29 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ. 173.17 કરોડના 7 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે. ડ્રેનેજ વિભાગ ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ. 1.96 કરોડના 3 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે. રોશની વિભાગ રોશની વિભાગ દ્વારા રૂ. 75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આમ રૂ. 543.89 કરોડના 40 વિકાસપ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભા ઉલ્લેખનીય છે કે, રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારબાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત:27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર 148 વિવિધ ઘટકોમાં સહાય માટે અરજી કરી શકાશે
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રને બેવડું સન્માન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉત્તમ મારુને ગીતાભૂષણ અને શતસુભાષિતપંડિત પદવી એનાયત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment