Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત:27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર 148 વિવિધ ઘટકોમાં સહાય માટે અરજી કરી શકાશે

    10 hours ago

    ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ખેતી અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વર્ષ 2026-27 ના નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો આપવા માટે સરકાર કટિબદ્ધ છે. આ હેતુસર આગામી 27 માર્ચથી એક મહિના માટે એટલે કે 26 એપ્રિલ, 2026 સુધી ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઐતિહાસિક નિર્ણય: બજેટ બાદ તુરંત પોર્ટલ કાર્યરત સામાન્ય રીતે સરકારી યોજનાઓના અમલીકરણમાં સમય લાગતો હોય છે, પરંતુ આ વખતે કૃષિ વિભાગે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, વિધાનસભામાં વર્ષ 2026-27 નું અંદાજપત્ર મંજૂર થયાના ગણતરીના દિવસોમાં જ ખેડૂતો માટે પોર્ટલ ખોલનારો કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના અને ખેતીને આધુનિક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કુલ 148 ઘટકો માટે સહાયની સુવિધા આ વર્ષે ખેડૂતો અને પશુપાલકો વિશાળ શ્રેણીમાં સહાય મેળવી શકશે. જેમાં મુખ્યત્વે ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે: ખેતીવાડી ખાતું: 42 વિવિધ ઘટકો બાગાયત ખાતું: 94 વિવિધ ઘટકો પશુપાલન ખાતું: 12 વિવિધ ઘટકો આમ, કુલ 148 જેટલા કૃષિ અને પશુપાલનલક્ષી ઘટકો હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. કયા સાધનો અને સુવિધાઓ પર મળશે સહાય? આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઈલ એન્જીન અને સ્માર્ટફોન જેવી ચીજવસ્તુઓની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત, ખેત પેદાશોના રક્ષણ માટે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ્સ માટે પણ અરજી કરી શકાશે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મીની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તેમજ ફળ-ફૂલના વાવેતર માટે વિશેષ સહાયની જોગવાઈ છે. ખાસ કરીને ‘કમલમ’ (ડ્રેગન ફ્રૂટ) અને ઓઈલપામના વાવેતર માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પશુપાલકો માટેની યોજનાઓ પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા મિત્રો માટે કેટલ શેડ બાંધકામ, નવા ડેરી ફાર્મની સ્થાપના, મરઘાંપાલન તાલીમ માટે સ્ટાઈપેન્ડ, તેમજ પાડી-વાછરડી ઉછેર અને બકરાં એકમ સ્થાપવા માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા અને ઝડપી નિકાલ ખેડૂતો માટે અરજી કરવાની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. ખેડૂતો આધાર કાર્ડ દ્વારા ઓથેન્ટિકેશન કરીને પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. મંત્રીએ ખાતરી આપી છે કે અરજીઓની છેલ્લી તારીખની રાહ જોયા વગર, જેમ જેમ અરજીઓ આવશે તેમ તેમ તેની ચકાસણી કરીને પાત્રતા ધરાવતા ખેડૂતોને તુરંત સબસીડી ચૂકવવામાં આવશે. રાજ્યના તમામ ખેડૂતોને વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રહોનો ખેલ, દુનિયામાં તોફાનની રેલ:16 એપ્રિલ સુધીનો સમય ભારત અને વિશ્વ માટે અત્યંત કપરો; શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળશે
    Next Article
    CMના હસ્તે પ્રમુખસ્વામી ઓડિટોરિયમથી રૂ.632 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાશે:મનપાની ચૂંટણી પૂર્વે લોકોને રોડ-રસ્તા, પાણી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતની ભેટ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment