Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની 3 હજાર બોટલ પર રોલર ફરી વળ્યું:વડોદરાના ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 16.53 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો

    11 hours ago

    વડોદરા શહેરના ઝોન-2ના 5 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ 16.53 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કોયલી ચેક પોસ્ટ ખાતે કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, DCP ઝોન-2ના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા રોડ પર નિર્ધારિત સ્થળે પોલીસ તથા વહીવટી અધિકારીઓની હાજરીમાં જપ્ત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં જપ્ત થયેલા કુલ 3 હજારથી વધુ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 16 53 લાખ રૂપિયા છે. આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ઝોન-2 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં અવારનવાર અંગ્રેજી દારૂ પર દરોડા પાડવામાં આવતા હોય છે. આ દરોડા દરમિયાન જે મુદ્દામાલ જપ્ત થાય છે, તેની નિકાલની કાર્યવાહી સમયાંતરે કરવામાં આવે છે. આ વખતે ઝોન-2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોનો થઈને કુલ રૂ. 16,53,000ની કિંમતનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક કાયદેસરની પ્રક્રિયા છે, જેમાં અમારી સાથે ઝોન-2 ના ઇન્ચાર્જ અધિકારીઓ, ફાયર બ્રિગેડની ટીમ અને એસ.ડી.એમ. (SDM) પણ હાજર રહ્યા હતા. સરકારી ધારાધોરણો મુજબ આ સમગ્ર બિનવારસી અથવા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન વાઇઝ કોઈ અલગ વિભાજન હોતું નથી. જ્યારે પણ દરોડા પડે, ત્યારે કેસની પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારબાદ કોર્ટમાંથી સૂચના અને પરવાનગી મળ્યા પછી જ આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મુખ્ય હેતુ એ હોય છે કે પોલીસ સ્ટેશનોમાં લાંબા સમય સુધી મુદ્દામાલ ભરાઈ ન રહે. તેથી, કોર્ટની મંજૂરી બાદ સંયુક્ત રીતે આ નિકાલની કામગીરી કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રને બેવડું સન્માન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉત્તમ મારુને ગીતાભૂષણ અને શતસુભાષિતપંડિત પદવી એનાયત થશે
    Next Article
    પાણી માટે પાલિકાની ઘોર ઉદાસીનતા અને ગૃહિણીઓની વેદના.:​જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: અંબિકા નગરમાં સાડા ત્રણ મહિનાથી પાણી માટે ટળવળતા લોકો, અધિકારીઓનો વાસ્તવિકતાથી વેગળો લૂલો બચાવ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment