Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ભાડજ મંદિરમાં શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી:ભગવાન શ્રીરામના અવતરણની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

    3 days ago

    ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવ સાંજે 6.00 વાગ્યાથી શરૂ થશે. શ્રી રામનવમી એ ભગવાન શ્રીરામના અયોધ્યાના રાજા દશરથ અને તેમના પત્ની કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદ અપાવે છે. ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. ભક્તો આ પવિત્ર દિવસે રામનવમી વ્રત રાખી ભગવાનની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. તેમના દિવ્ય ગુણો અને લીલાઓનું વર્ણન મહાન કવિ વાલ્મીકિ દ્વારા રામાયણમાં કરવામાં આવ્યું છે. રાજા દશરથને ત્રણ રાણીઓ – કૌશલ્યા, કૈકઈ અને સુમિત્રા હોવા છતાં સંતાન નહોતું. મહર્ષિ વશિષ્ઠના પરામર્શને અનુસરીને તેમણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો હતો, જેના ફળસ્વરૂપ તેમની ત્રણેય રાણીઓને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. રાણી કૌશલ્યાએ ભગવાન શ્રીરામને, રાણી કૈકઈએ ભરતને અને રાણી સુમિત્રાએ લક્ષ્મણ તથા શત્રુઘ્નને જન્મ આપ્યો હતો. મહર્ષિ વાલ્મીકિએ તેમના રામાયણ નામક પુસ્તકમાં ભગવાન શ્રીરામના જીવન અને લીલાઓ વિશે વિસ્તારથી જણાવ્યું છે. આ રામાયણને સંક્ષિપ્તરૂપે શુકદેવ ગોસ્વામી દ્વારા પરીક્ષિત મહારાજને શ્રીમદ્ ભાગવતમ્ના નવમાં સ્કંધમાં કહેવામાં આવી છે. આ ઉત્સવ દરમિયાન ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવના શ્રીવિગ્રહોને ખાસ અલંકારોથી શણગારવામાં આવશે. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરાશે. ભક્તો આખો દિવસ ઉપવાસ રાખી ભગવાન શ્રીરામનું સ્મરણ કરશે અને સંધ્યાકાળે ઉપવાસ પૂર્ણ કરશે. સર્વોપરી શ્રી શ્રી સીતા રામને ભવ્ય પાલખીમાં મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવશે, જ્યારે ભક્તો ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકીર્તનમાં જોડાશે. ત્યારબાદ ભક્તો “શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ”નો મંત્રઘોષ કરતા “શ્રી રામ તારક યજ્ઞ” કરશે. યજ્ઞ પછી, મહામંગલા આરતી ઉતારવામાં આવશે અને “શ્રી નામ રામાયણ”નું ગાન કરાશે, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને સરસપુર ખાતે વિશ્વ ટીબી દિવસ ઉજવ્યો:ટીબી દર્દીઓને માર્ગદર્શન, ભેટ, કીટ અને અલ્પાહાર અપાયા
    Next Article
    સ્વામિનારાયણ ગુરુકુલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી:સુરત ગુરુકુલમાં 70 સંતોએ કરી વિશ્વ શાંતિની પ્રાર્થના, 27 માર્ચના રોજ હરિજયંતી ઉજવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment