Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ ગુરુકુલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી:સુરત ગુરુકુલમાં 70 સંતોએ કરી વિશ્વ શાંતિની પ્રાર્થના, 27 માર્ચના રોજ હરિજયંતી ઉજવાશે

    3 days ago

    સુરત વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલમાં અત્યારે ભક્તિમય માહોલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે રાજકોટ ગુરુકુલથી પધારેલા મહંત દેવપ્રસાદદાજી સ્વામીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિગત સ્વાર્થ માટે ખેલાઈ રહેલા યુદ્ધો નિર્દોષ લોકોને મૃત્યુના મુખમાં ધકેલી રહ્યા છે અને અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, મંત્ર શક્તિ દ્વારા ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ મળે અને આધુનિક તંત્ર તથા યંત્ર દ્વારા થઈ રહેલો વિશ્વનો વિનાશ સત્વરે અટકે. સંતો દ્વારા વિશ્વ શાંતિ અર્થે પ્રાર્થના આ પવિત્ર અવસરે સુરત ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામી સહિત 70 થી વધુ સંતો અને યુવાનોએ એકત્રિત થઈને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ભગવાનના ચરણે પ્રાર્થના કરી હતી. ઉત્સવ દરમિયાન સંતો દ્વારા કાવડ યાત્રા કાઢીને ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ધર્મનંદન ઘનશ્યામ મહારાજનો 29મો પ્રતિષ્ઠોત્સવ પ્રભુ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુરુવારે ધર્મનંદન ઘનશ્યામ મહારાજનો 29મો પ્રતિષ્ઠા દિવસ છે. આ નિમિત્તે સવારે ભગવાનને પંચામૃત, ચંદન, વિવિધ ફળોના રસ તેમજ તાપી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં દરરોજ હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ દર્શન-પ્રાર્થનાનો લાભ લેતા હોય છે. શુક્રવારે હરિજયંતીની ભવ્ય ઉજવણી સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા ઉત્સવ પૈકીના એક એવા 'હરિજયંતી'ની ઉજવણી 27 માર્ચ, શુક્રવારના રોજ કરવામાં આવશે. સવારે 5:00 થી 8:30 દરમિયાન ભગવાનનો વિશેષ અભિષેક યોજાશે. ત્યારબાદ રાત્રે 8:00 થી 11:00 વાગ્યા દરમિયાન ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટયોત્સવ અત્યંત દિવ્ય અને ભક્તિસભર રીતે ઉજવવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સત્સંગીઓને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન ભાડજ મંદિરમાં શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી:ભગવાન શ્રીરામના અવતરણની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન
    Next Article
    સમી કોલેજમાં ‘નેક્સ્ટ જનરેશન પેડાગોજી’ પર વ્યાખ્યાન:આત્મીય યુનિવર્સિટીના રવિ ટાંક દ્વારા નવીન શિક્ષણ પદ્ધતિઓ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment