Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી કોલેજમાં ‘નેક્સ્ટ જનરેશન પેડાગોજી’ પર વ્યાખ્યાન:આત્મીય યુનિવર્સિટીના રવિ ટાંક દ્વારા નવીન શિક્ષણ પદ્ધતિઓ પર ભાર

    3 days ago

    સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાના હેતુથી એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ‘ડાયરેક્ટર ફોર ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ’ શ્રી રવિ ટાંક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડૉ. ટી. પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું હતું. શ્રી રવિ ટાંક દ્વારા "નેક્સ્ટ જનરેશન પેડાગોજી ફોર ઇફેક્ટિવ લર્નિંગ" (અસરકારક શિક્ષણ માટે આગામી પેઢીની શિક્ષણ પદ્ધતિ) વિષય પર વ્યાખ્યાન અપાયું હતું. તેમણે આધુનિક શૈક્ષણિક પ્રવાહો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ટેકનોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રી રવિ ટાંકની આ મુલાકાત કોલેજના IQAC (Internal Quality Assurance Cell) અંતર્ગત 'ગ્રીન અને એનર્જી ઓડિટ'ના વિશેષ હેતુ માટે પણ હતી. આ દરમિયાન તેમણે કોલેજ કેમ્પસમાં પર્યાવરણ જાળવણી અને ઉર્જા બચતના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સમી કોલેજના શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને કોલેજના શૈક્ષણિક સ્ટાફે આ શૈક્ષણિક વિચાર-ગોષ્ઠીને આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્વામિનારાયણ ગુરુકુલમાં 'બ્રહ્મોત્સવ'ની ઉજવણી:સુરત ગુરુકુલમાં 70 સંતોએ કરી વિશ્વ શાંતિની પ્રાર્થના, 27 માર્ચના રોજ હરિજયંતી ઉજવાશે
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30મીથી 45296 વિદ્યાર્થીઓની પરીક્ષા:એક્ઝામના CCTV નું ચુસ્ત મોનિટરીંગ, 3 માસમાં પરિણામ જાહેર થાય તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment