Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને સરસપુર ખાતે વિશ્વ ટીબી દિવસ ઉજવ્યો:ટીબી દર્દીઓને માર્ગદર્શન, ભેટ, કીટ અને અલ્પાહાર અપાયા

    4 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાહી ફાઉન્ડેશન દ્વારા સરસપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ ટીબી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં 45 ટીબી દર્દીઓ અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 45 ટીબી દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને ભેટ સ્વરૂપે 6 સ્ટીલના મગ સેટ અને ન્યુટ્રિશન કીટ અર્પણ કરવામાં આવી હતી. ટીબી મુક્ત ભારતના અભિયાનમાં યોગદાન આપનાર બે ટીબી ચેમ્પિયન અને ટીબી કાર્યકર્તાઓને તેમની ઉમદા માનવીય સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને માર્કંડભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંચાલન કર્યું હતું. સરસપુર અર્બન હેલ્થ સેન્ટર તરફથી ડૉ. નિકિતાબેન અને ડૉ. મિતેષભાઈ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રીતેશ શાહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ટીબી મુક્ત ભારત અભિયાન સિદ્ધ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંકલન દિલીપભાઈ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન દ્વારા ઉપસ્થિત સૌને ભેટ ઉપરાંત અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચૈત્રી નવરાત્રી, હેલ્પ્સ ફાઉન્ડેશને બાલિકાઓને ભોજન-શૃંગારનું વિતરણ કર્યું:દેવગઢ બારીયાની શાળામાં 9 વસ્તુઓનું વિતરણ કરાયું
    Next Article
    ઇસ્કોન ભાડજ મંદિરમાં શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી:ભગવાન શ્રીરામના અવતરણની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment