Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ કલેક્ટરે મધરાતે કોલસાના કૂવાની સ્થળચકાસણી કરી:મૂળીના ભેટ, રાણીપાટ અને થાનગઢના જામવાળી ગામે બુરાણ કરેલા ગેરકાયદેસર કૂવા ફરી શરૂ ન થાય તે માટે કાર્યવાહી

    3 days ago

    ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ, રાણીપાટ અને થાનગઢ તાલુકાના જામવાળી ગામે ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરાયું હતું. આ કૂવાઓ ફરીથી ચાલુ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાત્રિના 1:20 કલાકે સ્થળ તપાસ કરી હતી. તેમણે બુરાણ કરાયેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓની સ્થળ પર ચકાસણી કરી ખાતરી કરી હતી. આ તપાસના થોડા દિવસો અગાઉ, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ખાનગી વાહન દ્વારા મુળી તાલુકાના ખાખરાળા ગામમાં ધાવડી મંદિર વિસ્તાર નજીક સરકારી સર્વે નંબર 52 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ દરમિયાન સફેદ માટી (ચાઇના ક્લે)નું ખનન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોમાં એક જે.સી.બી. મશીન (ચેસીસ નં. RAJ3DXX5J03305502), ટ્રેક્ટર ટ્રોલી સાથે (રજી. નં. GJ 13 EE 5409), ટ્રેક્ટર ટ્રોલી સાથે (રજી. નં. GJ 13 AH 2921) અને ટ્રેક્ટર ટ્રોલી સાથે (રજી. નં. GJ 13 AH 5637) નો સમાવેશ થાય છે. આ વાહનો હરીભાઈ જોગરાણા, રહે. ખાખરાળા, તા. મુળીના હતા. આ ઉપરાંત, સબ ડિવિઝનમાં અન્ય સ્થળોએ હાથ ધરાયેલી આકસ્મિક તપાસણી દરમિયાન વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં બે ડમ્પર (નંબર GJ 10 TX 7551 અને GJ 24 X 7250) સાદી રેતીનું વહન કરતા ઝડપાયા હતા. આ ડમ્પરોના માલિકો પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા, રહે. રાયપર, તા. ગઢડા, જી. બોટાદ અને તરકટા ગોપાલભાઈ વેરશીભાઈ, રહે. ઉંમરડા, તા. મુળી હતા. ઉપરોક્ત વાહનો મળી કુલ ₹1,78,60,000 (એક કરોડ અઠ્યોતેર લાખ સાઇઠ હજાર)નો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાહન માલિકો અને ખનન કરનારાઓ સામે 'ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017)' હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ઓવૈસીએ હુમાયુ કબીરની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ:ભાજપે કહ્યું- ઓવૈસી બંગાળમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે, તમિલનાડુમાં 50 પરિવારો ચૂંટણીનો બહિષ્કાર કરશે
    Next Article
    ગુજરાત વિધાનસભામાં પ્રશ્નકાળ ગરમાયો:સાયબર ફ્રોડમાં રૂ. 201 કરોડની ઠગાઈથી ગૃહ ગરમાયું; અધ્યક્ષે મંત્રીઓ અને અધિકારીઓને બરાબરના ખખડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment