Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈને 201 રનનો ટાર્ગેટ મળ્યો:પંજાબે મોટી સફળતા મેળવી, ચહલે રોહિતને બોલ્ડ કર્યો; રિકલ્ટન-નમન ધીર પણ પેવેલિયન ભેગા થયા

    1 day ago

    પંજાબ કિંગ્સે અત્યારે રમાઈ રહેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા છે. પંજાબ માટે પ્રભસિમરન સિંહે સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે અઝમતુલ્લા ઓમરઝઈએ 17 બોલમાં 38 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. અંતમાં જેવિયર બાર્ટલેટે 7 બોલમાં અણનમ 18 રન ઉમેરીને ટીમને 200 રનને પાર પહોંચાડી. મુંબઈ માટે શાર્દૂલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 વિકેટ ઝડપી. જ્યારે દીપક ચહરને 2 વિકેટ મળી. શરૂઆતમાં પંજાબે ઝડપી રન બનાવ્યા હતા, પરંતુ મિડલ ઓવર્સમાં સતત વિકેટ પડવાને કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. તેમ છતાં, ઓમરઝઈ અને બાર્ટલેટની ઝડપી ઇનિંગ્સથી ટીમ મજબૂત સ્કોર સુધી પહોંચી ગઈ હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વિજયકુમાર વૈશાક, હરપ્રીત બ્રાર, મિચેલ ઓવેન, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બીન બૉશ, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને રઘુ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોહિત શર્મા, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, ટ્રેન્ટ બોલ્ટ.
    Click here to Read More
    Previous Article
    Mumbai watermelon tragedy: Hospital final report confirms zinc phosphide poisoning
    Next Article
    વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર 170 કર્મચારીઓને મનપાની નોટિસ:ગેરશિસ્ત બદલ શિસ્તભંગના પગલાંની તૈયારી, 12-13 મેએ વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment