Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી અને નવા વર્ષે રાબડામાં ભક્તોની ભીડ ઉમટી:માં વિશ્વંભરી તીર્થધામમાં દર્શન માટે વલસાડ સહિતના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    8 hours ago

    દિવાળી અને નવા વર્ષના પર્વે વલસાડ નજીક રાબડા ગામમાં આવેલા માં વિશ્વંભરી તીર્થધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા. પાવન પાર નદીના કિનારે આવેલા ધામમાં વલસાડ સહિત દૂરના વિસ્તારોમાંથી ભક્તો આવ્યા હતા. પંચકર્મી દિવ્ય રથમાં બિરાજમાન માં વિશ્વંભરીનાં દર્શન માટે ભક્તો પહોંચ્યા હતા. ધામની પાઠશાળા (મંદિર)માં લોકો શાંતિથી બેસીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હતી. ભીડ હોવા છતાં ધક્કામુક્કી કે અવ્યવસ્થા થઈ નહોતી.આશરે 45 એકરમાં ફેલાયેલા ધામમાં દર્શનાર્થીઓની અવરજવર વચ્ચે સ્વચ્છતા અને શિસ્ત જાળવવામાં આવી હતી. ધામમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ધામના સ્થાપક શ્રી મહાપાત્રે વિશ્વ કલ્યાણ અને માનવ ઉત્થાનના સંકલ્પ સાથે તેનું નિર્માણ કર્યું છે. પૃથ્વી પર સાત્વિકતા વધારવી, સનાતન વૈદિક સંસ્કૃતિનું જતન કરવું, આદર્શ કુટુંબ વ્યવસ્થા અને આદર્શ સમાજનું નિર્માણ કરવું તેના ઉદ્દેશ્યો છે.ધામની વ્યવસ્થા આત્મનિર્ભર છે. તેના નિર્માણથી લઈને વિશાળ ગૌશાળાના નિભાવ સુધીનો ખર્ચ દાન કે ચઢાવાથી નહીં, પરંતુ 45 એકરની ફળદ્રુપ જમીનમાં ખેતી અને તેના ઉત્પાદનની આવકમાંથી કરવામાં આવે છે. શ્રી મહાપાત્ર અને ભક્તો મળીને આ વ્યવસ્થા સંભાળે છે. ‘સત્કર્મ એ જ શ્રેષ્ઠ ભક્તિ’ના સિદ્ધાંત સાથે ધામમાં આધ્યાત્મિકતા, સ્વચ્છતા, શિસ્ત, પરિશ્રમ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન સ્વામિનારાયણની 201 વર્ષ જૂની પાઘડી:સુરતી પરિવાર સાત પેઢીથી સાચવે છે, દર વર્ષે ભાઈબીજના દિવસે દર્શન; પાઘડીના રક્ષણ માટે આ ખાસ વ્યવસ્થા
    Next Article
    Chinese Scientists Create Coldest Temperature Ever, 280 Billion Times Colder Than Universe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment