Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:સિનેમા અમદાવાદ

    2 days ago

    રીલિફ ટોકીઝ: અમદાવાદીઓએ ‘એર કન્ડિશન્ડ’ માહોલ આ પહેલાં જોયો નહોતો, જે રૂપિયાવાળી ટિકિટમાં સળંગ ત્રણ કલાક તમને ઠંડાગાર રાખે. રીલિફનું ‘એર કન્ડિશન્ડ’ અને રીગલ ટોકીઝની ‘લિફ્ટ’ અમારે મન સુપર લક્ઝરીઓ હતી. રાજ કપૂરનું ‘સંગમ’ અને દેવ આનંદનું ‘ગાઈડ’ ઠંડાહિમ જેવાં મકાનોમાં જોવું અમારે મન ‘ઓહો-ઓહો’ હતું. આ બંને એમની ફિલ્મોના પ્રીમિયર માટે આવ્યા હતા અને રીલિફ રોડ ભરચક કરી દેતા. વધારે જાહોજલાલીની વાત તો એ હતી કે, રીલિફમાં ચાલવા માટે મખમલ જેવી રેડ-કાર્પેટ હતી! કોક ઓળખીતો જોઈ જાય તો આપણું માન વધે (એવું અમે માનતા... એ તો છળી મરે કે, આવા લોકો ય રેડ-કાર્પેટ પર ચાલવા માંડ્યા? ‘લાલા’ને નામે ઓળખતા અફઘાની પઠાણોનું અમે કાંઈ બગાડ્યું ન હોય, છતાં અમારી ચડ્ડી ફાટતી કે એક ધક્કે પગથિયાં ઉતરાવી નહિ દે ને? રાજ કપૂરનું ‘સંગમ’ આવ્યું ત્યારે ફિલ્મની વાર્તા મુજબ પેરિસ, સ્વિટ્ઝર્લેન્ડ કે લંડનનાં મોટાં હોર્ડિંગ્સ જોવા અમે પોળવાળા આગલી રાતે પહોંચી જતાં. એમાં ય, અમારામાંથી કોક ડાહ્યો (‘…હું નહિ!’) ગતકડું કાઢે, ‘ભઈ... આ તો ઉલ્લુ બનાવવા લંડન-ઝુરિકના ફોટા બતાવે. અસલમાં તો પાલનપુર કે બેચરાજીના જ ફોટા હોય!’ મૉડેલ ટૉકીઝ: દાદામોની અને સુચિત્રા સેન-ધર્મેન્દ્રવાળી ફિલ્મ ‘મમતા’નો પહેલા દિવસનો શો અને ધૂમ કાળાબજારો થયેલાં, એમાં અમારી ખત્રી પોળ સામે જ હોવાથી કાળાબજારીયાઓને પકડવા પોલીસ પાર્ટી તૂટી પડેલી, એનાથી બચવા આ હસ્ત-કલાકારો ભાગમભાગ અમારી પોળમાં ઘુસ્યા અને ફડકના માર્યા હાથમાં હતી તે બધી ટિકિટો અમને આપી દીધી. પોળ આખી વૈષ્ણવોની એટલે આવી ટિકિટમાં કંઈ ફિલ્મ જોવા ન જાય, પણ હું અને ભરત ઈશ્વરલાલ પટેલ (ઊંઝા) હિમ્મત કરીને અડધી તો અડધી ‘મમતા’ જોવા પહોંચી ગયા. અડધી ફિલ્મે શ્વાસ રોકતાં રોકતાં મેં બાજુવાળાને પૂછ્યું, ‘કેટલું ગયું?’ જવાબમાં એ બોલ્યો, ‘હું તમારી જેમ જ આવ્યો છું!’ સેન્ટ્રલ ટૉકીઝ: અમદાવાદમાં ફુવારા નામનો વિસ્તાર છે, પણ ત્યાં નામ પૂરતો ય ફુવારો નથી. આ ફુવારાને કાળક્રમે બે બચ્ચા થયા, એક સેન્ટ્રલ અને બીજી પ્રતાપ ટૉકીઝ. શક્ય છે, પડોશમાં રહેતું પાનકોર નાકું અડપલું કરી ગયું હશે! સેન્ટ્રલ અમદાવાદનું એક માત્ર સિનેમા હતું, જેમાં ઈંગ્લિશ ફિલ્મો આવતી. વર્ષોની મહેનત બાદ શહેરને બીજી ઈંગ્લિશ પ્રસૂતિ થઈ, તે એડવાન્સ ટૉકીઝ-ભદ્રકાળીના મંદિર પાસે. સેન્ટ્રલ-પ્રતાપ ટૉકીઝોની સોંસરવું નીકળતા પહેલાં નાકા ઉપર ફિલ્મી ગીતો અને ફોટાઓની નનેકડી દુકાન રીગલ ટૉકીઝને અડીને હતી, જ્યાં પાંચ નયા પૈસાથી પચાસ પૈસામાં એક્ટરોના બ્લેક-એન્ડ-વ્હાઈટ ને કલર ફોટા મળે. શહેરની એ જમાનાની ટૉકીઝોમાં કાર-પાર્કિંગ તો ભૂલી જવાનું. શહેરમાં માંડ કોઈ 20-25 લોકો પાસે ‘કાર’ હતી. પૂરા શહેરનું સેફ પાર્કિંગ એક માત્ર મોડેલ ટૉકીઝમાં!... સાયકલે ય પલળે નહિ! સેન્ટ્રલ મૂળ તો નાટકો માટેનું થિયેટર હતું એટલે પરદા પહેલાં મોટું સ્ટેજ હતું. બાકીના સિનેમાઓમાં ‘રૂપિયાવાળી’ના પગને અડીને સ્ક્રીન આવતો. એ જમાનો નહિ જોયેલાંઓનાં મ્હોં અને ખિસ્સામાંથી રાડ નીકળી જાય કે, ટિકિટોના ભાવ ડૂ. 1.00 એટલે કે રોજબરોજની ભાષા મુજબ ‘રૂપિયાવાળી’, રૂ. 1.40 અપર સ્ટોલ્સ અને રૂ. 1.60 બાલ્કનીના! હજી માનવામાં નહિ આવે, એવી કારમી માહિતી એ છે કે, ફર્ક ફક્ત વીસ પૈસાનો જ હતો, છતાં પહેલા અપરની ફુલ થઈ જાય, પછી જ દયાળુઓ બાલ્કની માર્ગે ચાલી નીકળતા! પ્રતાપ: સેન્ટ્રલની જોડકી જેવી એની પાછળ પ્રતાપ ટૉકીઝ, જેનો વર્લ્ડ નહિ તો, રાષ્ટ્રીય નહિ તો છેવટે સ્થાનિક રેકોર્ડ હતો કે, દર દિવાળીએ એમાં શમ્મી કપૂરની ફિલ્મ ‘એન ઈવનિંગ ઇન પેરિસ’ આવે જ! રખડતી રખડતી કોક ઈંગ્લિશ ફિલ્મ આવી ચઢે તો પ્રતાપના માલિક વ્યાકરણના શિક્ષક હોય એમ દરેક ઈંગ્લિશ ફિલ્મના નામનો અનુવાદ જનતાના લાભાર્થે મૂકી દે જેમ કે, Sons of Thunderનું ભાષાંતર એટલે ‘કફન કી પઘડી.’ અમારા બધાનું ઈંગ્લિશ અમે જ ઊભું કરતા, એટલે ફેન્કો નીરોની ફિલ્મ DJANGO ‘જેન્ગો’ આવી, જેનો ઉચ્ચાર અમે (‘ડજેન્ગો’ અથવા ‘ડેન્ગો’ કરતા! એના હીરોનું સાદું અને સરળ નામ તો Francesco Clemente Giuseppe Sparanero ‘ફ્રાન્સેસ્કો ક્લેમેન્ટી ગીસેપી સ્પારાનેરો’ હતું, પણ આપણું ઇંગ્લિશ બગડે નહિ, એટલે એ લોકોએ ફ્રેન્કો નીરો રાખ્યું હતું. રીગલ: એ જમાનામાં સિનેમાઓ વચ્ચે સગી બહેનો જેવા કૌટુંબિક સંબંધો હતા. બાજુમાં જ અશોક ટૉકીઝ. અહીં ટિકિટ ન મળે તો અહીં...! રીગલ જાયગેન્ટિક એટલે કે તોતિંગ સિનેમા હતું. શહેરની પ્રથમ ટૉકીઝ જેમાં બીજા માળે જવા માટે લિફ્ટ હતી. અપર સ્ટોલ્સવાળા નીચે ‘ફૉયર’માં શો શરૂ થવાની રાહ જુએ ને ઉપર બીજો માળ. વચમાં પાછું ડ્રેસ-સર્કલ ય ખરું, જેનો પ્રારંભ કદાચ એકલાં યુગલો ફિલ્મ પણ જોઈ શકે, એવા ગપોલીઓથી બનાવાયું હતું. કાર-પાર્કિંગ તો જાવા દિયો, સ્કૂટર-પાર્કિંગનો વિચારે ય માલિકોને આવ્યો નહોતો. પણ એ જમાનામાં સાયકલ-પાર્કિંગ જાહોજલાલી મનાતી. એમાં પ્રોબ્લેમ એટલો જ આવે કે, દીકરી વળાવે એમ સાયકલ વળાવ્યા પછી કોઈ બીજો જમાઈ ઊભો થઈ ન જાય, એટલા માટે સીટ ઉપર ચોકથી નંબર લખાતા. એ જુદી વાત છે કે, શો પતી ગયા પછી ઘેર જવાની ફડકમાં સવાર સીટ લૂછે નહિ, એમાં એના પાટલૂનના થાપા ઉપર ઊંધો નંબર છપાઈ જતો. વાઈફ ચાલાક હોય તો....(તો શું...? દુનિયાભરની વાઈફો ચાલાક જ હોય!...ડહાપણ પૂરું!) તરત પકડી પાડતી કે, વ્હાલીડો ક્યાં જઈ આવ્યો છે! (વધુ આવતા અંકે) સિક્સર - ભારત ફરી એક વાર વર્લ્ડ-કપ જીતી ગયું! - પછી તો પડોસીઓ ઑકાઑકી કરે જ ને? શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ ચા-કૉફીનો કપે ય જીતી શકતા નથી!
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:દિલ કા દર્દ છુપાયે બૈઠે હૈ,હમ ઉનકે સામને મુસ્કુરાયે બૈઠે હૈ
    Next Article
    એક વાર્તા:સહિયરપણું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment