Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:મિડલ ઈસ્ટનું ગોલ્ડન કાર્ડ હોય તો શું કરવું જોઈએ?

    3 days ago

    રમેશ રાવલ સવાલ : હું અને મારી પત્ની ડૉક્ટર્સ છીએ. અમે નિયમિત દિવ્ય ભાસ્કર અને આ કોલમ વાંચીએ છીએ. અમને અમેરિકા ટુરિસ્ટ તરીકે વિઝિટ કરવાની ઈચ્છા હોવાથી અમે અમેરિકાના વિઝા માટે એપ્લાય કર્યું છે, પણ અમે અમારા જૂના પાસપોર્ટનો નાશ ગયા વર્ષે જ કર્યો હોવાથી જૂનો પાસપોર્ટ નથી. નિયમ પ્રમાણે જૂનો વેલિડિટીવાળો પાસપોર્ટ અને નવો પાસપોર્ટ વિઝા ઈન્ટરવ્યૂ વખતે સાથે લઈ જવો જ પડે? જો તે ન હોય તો અમારે શું કરવું? -ડૉક્ટર કુંદન મોદી, કુંદનનગર, મુંદ્રા જવાબ: સામાન્ય રીતે બંને અસલ પાસપોર્ટ બતાવવા જરૂરી છે. પરંતુ તમારી પરિસ્થિતિ જોતાં જો જૂના પાસપોર્ટની પૂરેપૂરી કોપી રાખી હોય તો તેને સર્ટિફાઈડ કરાવી સાથે રાખીને બતાવી શકાય અને કયા કારણે તેનો નાશ કર્યો છે તેની એફિડેવિટ કરાવી શકાય. આ અંગે પાસપોર્ટ ઓફિસમાં રૂબરૂ તપાસ કરીને લેખિત પત્ર કે અરજી કરી જવાબ માંગી શકાય. તમે ફોન નંબર આપ્યો હોવાથી ફોન ઉપર વધુ જાણકારી અપાશે. સવાલ : હું સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છું અને 2014થી મિડલ ઈસ્ટ (Middle East)માં ગોલ્ડન કાર્ડ મેળવીને ત્યાં રહું છું. હું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરું છું. એક વખત 2006-2007માં હું J-1 વિઝા ઉપર અમેરિકા જઈને પાછો આવેલો છું. ત્યાર પછી મને અમેરિકાના વિઝિટર વિઝા B-1, B-2 2027 સુધીના મળ્યા છે. મારા ભાઈએ મારા ગ્રીનકાર્ડ માટેની I-130 પિટિશન ઓગસ્ટ-2019માં ફાઈલ કરેલી છે, જે પ્રોસેસ થવામાં હજુ ઘણાં વર્ષો લાગશે. તો મારા 2027 સુધીના વિઝિટર વિઝા રિજેક્ટ થવાનું રિસ્ક છે? શું હું મારા ભાઈને મારા માટેની ગ્રીનકાર્ડ પિટિશન I-130 Withdraw કરવાનું કહું?- શમીક શાહ, મિડલ ઈસ્ટ જવાબ: ના, તમે જણાવ્યા પ્રમાણે તમે તમારા પુત્રને મળવા માટે દર વર્ષે અમેરિકામાં જઈને ત્રણ જ અઠવાડિયાં ત્યાં રહીને પાછા આવો છો. જો તમે તમારી પિટિશન ફાઈલ થયા પછી 2025 સુધી પણ અમેરિકા ગયા ત્યારે તમારી વિઝિટ દરમ્યાન ત્યાંના એરપોર્ટ ઉપર કોઈ પ્રોબ્લેમ થયો હોય નહીં તો તમારા વિઝિટર વિઝાની વેલિડિટી હોય ત્યાં સુધી ત્યાં જઈ શકાય. ટૂંકમાં, વિઝાની તારીખ પૂરી થાય તે પહેલાં જવામાં વાંધો નથી. તમારા ભાઈએ તમારા માટે કરેલી પિટિશન withdraw કરવાની જરૂર નથી, કારણ કે તમારી કેટેગરી ભવિષ્યમાં ઝડપી ચાલી શકે છે. મિડલ ઈસ્ટમાં તમે કામ કયા શહેરમાં રહીને કરો છો તે જણાવ્યું નથી. સવાલ : મારી IR સ્પાઉસ વિઝાની ફાઈલ May 2025ની છે, જે નવેમ્બર 2025માં એપ્રૂવ થઈ ગઈ છે. તો હવે એમાં કેટલો સમય લાગશે? - યેશા શાહ, અમદાવાદ જવાબ : હવે તમને NVCમાંથી ડોક્યુમેન્ટ્સ, ફી વગેરેના લેટરની સૂચના મુજબ પૂર્ણ કર્યા પછી D.Q. (Documentarily Qualified)નો ઈમેલ આવી જાય તો સ્પાઉસ વિઝાની કેટેગરીમાં વેઈટિંગ પીરિયડ ખૂબ જ ઓછો હોવાથી 2027 સુધીમાં ઈન્ટરવ્યૂ આવી શકે. સવાલ : મને અને મારી પત્નીને કેનેડાના વિઝા તેમજ અમેરિકાના વિઝા મળ્યા પછી અમે બંને ઓગસ્ટ-2025માં કેનેડા તથા અમેરિકા જઈ આવ્યાં છીએ, પરંતુ મારી પુત્રી અઢાર વર્ષની થઈ ત્યારે તેનો પાસપોર્ટ અને કેનેડાના વિઝા એક્સપાયર થવાથી તેનો નવો પાસપોર્ટ કરાવ્યો છે. તો હવે તેના માટે કેનેડાના વિઝા માટે એપ્લિકેશન કરીએ તો તેને વિઝા મળે? - શરદભાઈ મોઢ, અમદાવાદ. જવાબ: હા, વિઝા મળી શકે કારણ કે તમારા પુત્રીને કેનેડાના વિઝા મળ્યા પછી પણ તે એક વખત પણ કેનેડા ગઈ નથી. તેમ છતાં તમારાં પુત્ર અને પુત્રવધૂ કેનેડાના સિટીઝન હોવાથી તમારા પુત્રએ કેનેડા એક્સપર્ટ ઇમિગ્રેશન લોયર મારફતે એપ્લાય કરાવવું હિતાવહ છે. સવાલ : મારા અમેરિકા B-1, B-2 વિઝાની વેલિડિટી ઓગસ્ટ-2026 સુધીની છે અને હું મારા Employer મારફતે બિઝનેસના હેતુ માટે 2016માં અમેરિકા જઈને આવ્યો છું. મારા વિઝાની હવે વેલિડિટી 6 મહિના સુધીની રહી નથી તો પણ હું અમેરિકા ટ્રાવેલ કરી શકું? મારો પાસપોર્ટ 2028 સુધી વેલિડ છે. મારે ફરીથી વિઝા લેવા હોય તો ફરીથી ઈન્ટરવ્યૂ આપવો પડે કે ડ્રોપ બોક્સમાં એપ્લાય કરી શકાય? - રોનક પટેલ, સુરત જવાબ: અમેરિકા ટ્રાવેલ કરવા માટે 6 મહિના સુધીની વેલિડિટીવાળો પાસપોર્ટ હોવાનો નિયમ છે, વિઝિટર વિઝા માટે 6 મહિનાની વેલિડિટીનો કોઈ નિયમ કે કાયદો નથી. તેથી તમે ઓગસ્ટ-2026માં પણ અમેરિકા ટ્રાવેલ કરી શકો છો. તમે 2016માં અમેરિકા ગયા ત્યારે ત્યાંના એરપોર્ટ ઉપર તમને B-1 બિઝનેસ વિઝા આપ્યા હતા કે B-2 વિઝિટર વિઝા આપેલા તે જણાવો તો જ વધુ અભિપ્રાય આપી શકાય. જો ફરીથી વિઝા લેવા હોય તો અગાઉ ફિંગરપ્રિન્ટ આપી હોય તો જ ડ્રોપ બોક્સમાં એપ્લાય કરી શકાય. સવાલ : મારા અમેરિકાના વિઝિટર વિઝા રિન્યૂ કરવા માટે મેં સિડની, ઓસ્ટ્રેલિયાથી ઈન્ડિયા ફાઈલ ટ્રાન્સફર કરવા માટે અરજી કરેલી. તેનો જે જવાબ આવ્યો તે આ સાથે મોકલ્યો છે, તો હવે શું કરવું? શું જવાબ આપવો જોઈએ? - હેમંત પંડ્યા, સુરત જવાબ: તમારા વિઝા અંગે જે જવાબ આવ્યો છે તેનો મેં અભ્યાસ કરતા એવું જણાય છે કે તેમાં દર્શાવેલાં 6 સ્ટેપ્સનો પૂરેપૂરો વિગતવાર જવાબ તાત્કાલિક આપવો જોઈએ. કેમ ઈન્ડિયા ફાઈલ ટ્રાન્સફર કરવી છે તે જણાવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:ભજનમાં ભંગ
    Next Article
    ડૉક્ટરની ડાયરી:દિલ કા દર્દ છુપાયે બૈઠે હૈ,હમ ઉનકે સામને મુસ્કુરાયે બૈઠે હૈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment