Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:ભજનમાં ભંગ

    3 days ago

    ચૈત્ર મહિનાની સવારનું ટાણું છે. નાડા વા દી ચડ્યો છે. ઈ સમાને માથે ઘોડેસવાર થઈને એક સાધુ મહાત્મા વગડાઉ કેડે પંથ કાપે છે. લીલી કુંજાર વાડીયુંમાંથી કોહના કિચૂડાટ સંભળાય છે. ઝાડવાં માથે પંખીડાં કિલ્લોળ કરે છે. કોઈ ખેડૂત વાડીમાં પાણી વાળતો વાળતો દુહા લલકારે છે. અડખેપડખેની વાડીયુંમાંથી આવતા ટાઢેરા વાયરામાં રજકાની મઘમઘતી ભીની સુગંધ ભળે છે. લીલપ, ભીનપ અને મીઠપથી આખી સીમનાં રૂપ ઊઘડ્યાં છે. જગતના નાથની સાયબીમાં ભીંજાતા સંતનો જીવ કૉળી ઊઠ્યો છે. આંખ્યુંમાં આનંદનાં આંસુડાં આવે છે. રુંવાડે રુંવાડે રામનામનું જંતર વાગે છે. ઘોડી પણ જાણે સંતના ભાવ પારખીને ધીમે ધીમે હાલી જાય છે. એવામાં ત્રણ ગામના તરભેટે એક માણસ ઊભો છે. સંતને ભાળીને ઈ માણસે બે હાથ જોડ્યા. ‘બાપુ, જય સીયારામ!’ સાધુએ ઘોડી ઊભી રાખીને કરુણાથી નીતરતા ભાવથી ઉત્તર વાળ્યો, ‘જય સીયારામ, ભાઈ!’ ‘બાપુ! મારું નામ મેપો. મારે રામપરા જાવું છે. આંયથી દોઢ ગાઉ છેટું છે. મને બહુ થાક લાગ્યો છે. મારાથી ડગલુંય હલાય એમ નથી. મારી માથે દયા કરીને મને લેતા જાવ તો મોટો ઉપકાર!’ સાધુ તો દયાળુ જ હોય. ‘ભલે, ભાઈ મેપા! આવી જા, બેલાડ્યે.’ મેપો ઘોડી માથે બેઠો. હાલતાં થયાં. થોડીક વાર પછી મેપો બોલ્યો: ‘બાપુ! તમે તો સાધુ! તમારે નહિ ઘરબાર, નહિ સંસાર, નહિ વે’વાર! ઈ બધું તો તમે છોડી દીધું! તમારે ઘોડાં રાખવાની શું જરૂર? અમારે ગ્રહસ્થીને ઘોડું હોય તો લેખે લાગે. આ ઘોડી મને આપી દ્યોને!’ ભોળુડા સાધુ ખડખડખડખડ દાંત કાઢે છે. ‘ઘોડી તો તને આપી દઉં, પણ તારે મારી વાત માનવી પડે.’ ‘આજ્ઞા કરો, બાપુ!’ ‘તારે તો બસ રામપરા આવે ન્યાં લગી રામનું નામ લેવાનું છે. રામનામનો એકધારો જાપ કર. બસ, રામપરા આવે એટલે આ ઘોડી તારી. પણ જો વચમાં ભંગ પડશે તો ઘોડી નહીં આપું.’ ‘ભલે, બાપુ.’ મેપાએ તો શરૂ કર્યું: ‘રામ રામ રામ...’ એમ કરતાં કરતાં રામપરાનાં ઝાડવાં દેખાણાં. મેપાને વિચાર આવ્યો. ઘોડીની વાત થઈ, પણ લગામની વાત નથી થઈ. લગામ દેશે કે નહિ! જીભેથી રામ રામ અને મનમાં ‘લગામ દેશે કે નહીં!’નો સંશય. મેપાએ પૂછી નાખ્યું: ‘બાપુ, ઘોડી ભેગી લગામ તો દેશો ને?’ સાધુએ ગંભીરતાથી કીધું: ‘મેપા! તું ઘડીકમાં ચૂકી ગ્યો. હવે તો ઘોડી કે લગામ, કાંઈ નહીં મળે. તેં ભજન ભાંગ્યું.’
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:બે સદી પછી અરુણાચલના જંગલમાં ચમત્કાર
    Next Article
    ઈમિગ્રેશન:મિડલ ઈસ્ટનું ગોલ્ડન કાર્ડ હોય તો શું કરવું જોઈએ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment