Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:શું તમે સવારે થાકેલાં ઊઠો છો?

    3 days ago

    ‘ડૉક્ટર, હું એક સફળ બિઝનેસમેન છું. અફકોર્સ, લોકો મને ઓળખે છે. મોટાભાગના બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ચેરમેન પણ છું. અત્યારે હું પિસ્તાલીસ વર્ષનો છું. છેલ્લા છ-એક મહિનાથી એવું લાગે છે કે મારા શરીરમાં જાણે કોઇક નેગેટિવ ચેન્જીસ થઇ રહ્યા હોય. મારા બધા રિપોર્ટ્સ ઓલમોસ્ટ નોર્મલ છે. હા, જરા બ્લડ પ્રેશર ઊંચું આવે છે, જોકે ગોળીથી કંટ્રોલમાં રહે છે.’ ‘મારા ફિઝિશિયને બધું ઓકે છે એમ કહ્યું છે, પણ મને લાગે છે કે છેલ્લા છ-આઠ મહિનાથી મારી ઊંઘ ચારેક કલાકની થઇ ગઇ છે. પથારીમાં પડું એટલે ઊંઘ આવી તો જાય પણ સળંગ ન આવે, અને વચ્ચે એકાદ વખત બાથરૂમ જવું પડે, પણ ફરી પાછો સૂવા જાઉં તો ઊંઘ આવે જ નહીં. પહેલાં ચારેક કલાક સળંગ સૂઇ જતો તો ફ્રેશ થઇ જતો હતો, પણ હમણાંથી થાકેલાં ઊઠાય છે. આની લાંબે ગાળે કોઇ ખરાબ અસર તો ન થાય ને?’ રવિભાઇએ વાજબી ચિંતા વ્યક્ત કરી. વર્ષો સુધી પબ્લિક હેલ્થના ક્ષેત્રમાં માત્ર ડાયટ અને એક્સરસાઇઝને મહત્ત્વ આપવામાં આવતું હતું. હવે આખું વિશ્વ એની ચિંતામાં પડ્યું છે કે આ બંને બરાબર હોય છતાં પણ રૂટિન હેલ્થ પ્રોબ્લેમ્સ કેમ વધુ થાય છે? હવે એવી આંખ ખુલતી જાય છે કે હેલ્ધી લાઇફ સ્ટાઇલનો ત્રીજો મહત્ત્વપૂર્ણ સ્તંભ એટલે સ્વસ્થ નિદ્રા. અપૂરતી ઊંઘ ચીડિયાપણું, ક્રોધ, એંગ્ઝાયટી, ધ્યાન કેન્દ્રિત કરવામાં વિક્ષેપો વગેરે લક્ષણો જન્માવે છે. એનાથી હાઇ બી.પી., ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ, ઓબેસિટી, સ્ટ્રોક તેમજ ડિપ્રેશન જેવા રોગ થવાની પૂરેપૂરી સંભાવના છે. યુનિવર્સિટી ઓફ એરિઝોનાના સ્લીપ એન્ડ હેલ્થ રિસર્ચ પ્રોગ્રામના ડિરેક્ટર સાયકોલોજીસ્ટ ડૉ. માઇકલ ગ્રેન્ડનર કહે છે કે ‘છેલ્લાં 50 વર્ષોના આંકડાઓ સૂચવે છે કે જે લોકો સાતથી નવ કલાકની ઊંઘ લે છે તેઓ લાંબું આયુષ્ય ભોગવે છે.’ વિશ્વમાં 50 ટકા જેટલા ઉંમરલાયક લોકોમાં ઊંઘની સમસ્યા દેખાય છે. અલબત્ત, ઉંમર વધે તેમ ઊંઘ ઘટે જ એવું હંમેશાં નથી હોતું. ક્વોન્ટિટી સાથે ઊંઘની ક્વોલિટી પણ ખૂબ મહત્ત્વની છે. શાંત નિદ્રાના અભાવે શરીરના આંતરિક અવયવોના સોજા પણ મોડા મટે છે. એવું છ કલાકથી ઓછું અને આઠ કલાકથી વધુ ઊંઘનારમાં જોવા મળ્યું છે. ઘણીવાર વધુ પડતી ઊંઘ એ કોઇ બીજી વિકૃતિ કે દવાઓનું પરિણામ હોઇ શકે. જેમ કે સ્લીપ એપ્નિયામાં ઊંઘમાં ખલેલો પડવાથી બીજા દિવસ દરમિયાન ઘેન લાગ્યા કરે તે સંભવ છે. કેટલીક દવાઓના લીધે પણ ચીડિયાપણું કે ઊંઘમાં પગમાં દુખાવો થવો કે હલ્યા કરવાની તકલીફ જોવા મળે છે. ડાયાબિટીસવાળા દર્દીને પેશાબ કરવા વધારે ઊઠવું પડે તેથી પણ નિદ્રાભંગ થયા કરે છે. સ્વસ્થ ઊંઘ મતલબ મગજનાં મોજાંની ‘સ્લો-વેવ સ્લીપ’ને ગાઢ નિદ્રા કહેવાય છે. તેના પછી તરત જ લાઇટ સ્ટેજ આવે ત્યારે ઝડપથી ઊઠી જવાય છે. આ વેવ એક્ટિવિટી એ મગજનાં મોજાંઓની સક્રિયતા પ્રમાણે નક્કી થાય છે. ઊંઘ દરમિયાન લેવાયેલા મગજના ગ્રાફમાં જોવાતા સ્લીપ સ્પીન્ડલ્સના ઉતાર-ચડાવ દરમિયાન મગજના હિપોકેમ્પસ ક્ષેત્રમાંથી પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ સુધી સ્મૃતિ ટ્રાન્સફર થાય છે. મતલબ લાંબા ગાળાની યાદશક્તિનો સંગ્રહ થતો જાય છે. જ્યારે સ્લો-વેવ્ઝને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ અને મેટાબોલિક નિયમન સાથે સંબંધ છે. ઉંમર વધતાં આ સ્લો-વેવ ઘટે છે, એટલે ઊંઘમાં અને સ્વાસ્થ્યમાં ખલેલો અનુભવાય છે. જો ગાઢી ઊંઘ મળે તો મગજના ‘ગ્લાયલ’ નામના કોષો સંકોચાય છે, જેનાથી શરીરમાંથી ઝેરી દ્રવ્યોનું બહાર નીકળવું સરળ બને છે. આ વાત વધુ વૈજ્ઞાનિક સ્તરે સમજવી જરૂરી હતી જેથી આપણે ઊંઘનું મહત્ત્વ સમજીએ. શક્તિનો પુનઃસંચય કરનારી ઊંઘ સાથે ચેડા કરનારના સ્વાસ્થ્ય જોડે પણ ચેડા થાય છે. શાંત નિદ્રા માટે કેટલાંક સૂચનો: વિનિંગ સ્ટ્રોક સામાન્ય સંજોગોમાં તમે સવારે ઊઠો ત્યારે થાકેલાં ન હો એ સ્વસ્થ ઊંઘનું લક્ષણ કહેવાય.
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:સિલિન્ડર ભરવાના ચક્કરમાં બેંક ખાતું ખાલી ન થઈ જાય
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:બે સદી પછી અરુણાચલના જંગલમાં ચમત્કાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment