Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:રામ રમે સોગઠે રે, ધરમને સોગઠે રે…

    3 days ago

    રામ રમે સોગઠે રે, ધરમને સોગઠે રે, બાજી સવળી પડે છે મારા રામની. પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ, રામે તિલક તાણિયાં રે તિલક તાણિયાં રે, બાજી સવળી પડે છે મારા રામની. બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ, રામે ધનુષ ભાંગિયું રે ધનુષ ભાંગિયું રે, બાજી સવળી પડે છે મારા રામની. ત્રીજી બાજી રમિયા રામ કિસ્કીન્ધામાં જઈ, રામે વાલી મારિયો રે વાલી મારિયો રે, બાજી સવળી પડે છે મારા રામની. ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈ, રામે રાવણ મારિયો રે રાવણ મારિયો રે, બાજી સવળી પડે છે મારા રામની. ગીતના શબ્દો, કથાનક અને ઢાળ પરથી ખબર પડી જાય કે એ લોકગીત છે કે નહીં. જો લોકગીતની વ્યાખ્યામાં બંધ ન બેસે અને છેલ્લે નામાચરણ આવતું હોય તો એ ભજન, પદ કે ધોળ પણ હોઈ શકે. અમુક ગીતો એવાં મળે જે લોકગીતની બારાક્ષરીની બહાર હોય, નામાચરણ હોય નહિ, ભક્તિભાવથી ભરપૂર હોય તો એને શું કહેવું? આવા ગીતને ભક્તિગીત કહી શકીએ. અહીં એવા જ ગીતની વાત કરવી છે. ‘રામ રમે સોગઠે રે ધરમને સોગઠે રે... ’ લોકજીભે રમતું ગીત છે. ઢાળ લોકગીતનો નથી, ભજનના ઓછાયામાં હોય એવો છે પણ નામાચરણ નથી. જનસામાન્ય નવરાશના સમયે પરંપરિત રમતો રમતાં હતાં. કોઈ ચોપાટ પર સોગઠાં માંડે, કોઈ નવ કૂકરી રમે, પત્તે રમે, મેદાની દેશી રમતો પણ રમાતી હતી. લોકો પોતે જેવું વર્તે એવું એમની રચનાઓનાં પાત્રો પાસે પણ વર્તાવે! અહીં કૌશલ્યાનંદન રામને સોગઠે રમાડ્યા છે! રામાયણમાં ભગવાન રામ સોગઠે રમ્યા હોય એવું જાણમાં નથી. આ ગીતમાં શ્રીરામ સોગઠે રમ્યા ને બધી બાજીઓ સવળી પડી એટલે કે એકેયમાં હાર્યા નહીં, બધી જીત્યા. પહેલી બાજી એટલે અયોધ્યામાં જન્મ લેવો ને ભાલે રઘુકુલનું તિલક કરી રાજધર્મ નિભાવ્યો, લોકરક્ષા કરી. જન્મથી નહીં પણ કર્મોથી મહાન બનાય છે એવો સંદેશો આપ્યો. બીજી બાજી એટલે જીવનનો બીજો પડાવ. જનકપુરીમાં સીતા સ્વયંવર થયો ત્યારે મહારથીઓ જેને ડગાવી ન શક્યા એ શિવધનુષ્ય ભાંગી ત્રિલોકમાં ડંકો વગાડ્યો. પ્રતિપક્ષીઓને પડકાર આપ્યા વિના, કોઈને નુકસાન કર્યા વિના, વિજયી થવું છતાં અહંકારશૂન્ય રહેવું એને બાજી સવળી પડી જ કહેવાય ને! લઘુબંધુની પત્ની પર કબજો મેળવી એની પત્ની બનાવીને નૈતિકતાનો સરેઆમ ઉલાળિયો કરનાર ઇન્દ્રનું વરદાન પામેલા વાલીનો વધ કરી સુગ્રીવને પોતાની ભાર્યા પાછી અપાવી. એ ત્રીજી બાજી અને છેલ્લે લંકા જઈ અહમ અને રાવણી વૃત્તિને નામશેષ કરી. એ પછી જગમાં એમનો જયજયકાર થયો પણ અયોધ્યાની રાજગાદીનો મોહ ત્યાગ્યો એમ લંકાની ગાદી રામવૃત્તિ ધરાવનારા વિભીષણને અર્પણ કરી ખરેખર બાહુબલી સાબિત થયા.
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:વનવાસી રામ: પર્યાવરણના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર
    Next Article
    સાયબર સિક્યુરિટી:સિલિન્ડર ભરવાના ચક્કરમાં બેંક ખાતું ખાલી ન થઈ જાય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment