Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:વનવાસી રામ: પર્યાવરણના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર

    3 days ago

    માયા ભદૌરિયા શ્રી રામનો 14 વર્ષનો વનવાસ સંઘર્ષ સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિના મિલનનો અધ્યાય હતો. આજે ગ્લોબલ વોર્મિંગ યુગમાં તેઓ વિશ્વના પ્રથમ ઇકો-વોરિયર કહેવાય કે જેમણે વનવાસ વખતે સીતામાતા અને ભાઈ લક્ષ્મણને વનસ્પતિના આધ્યાત્મિક અને કુદરતી મહિમાની સમજ આપી હતી. પંચવટી: પંચવટી એટલે પાંચ પવિત્ર વૃક્ષોનો સમૂહ: વડ (સ્થિરતા), પીપળો (શુદ્ધિ), આસોપાલવ (શોકહર), બિલી (શિવપ્રિય) અને આમળા (આરોગ્ય). શ્રીરામે આ વૃક્ષોને ચોક્કસ દિશાએ રોપવાનું લક્ષ્મણને સૂચન કર્યું હતું. આ પાંચ વૃક્ષોનો સમૂહ એક એવી ઓક્સિજન બેંક બનાવે છે જે સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે અને મનુષ્યનું મગજ શાંત રાખે છે. કામદગિરી : ચિત્રકૂટના પર્વતને શ્રીરામે કામદગિરી નામ આપ્યું હતું. એટલે તમામ શુભ ઈચ્છાઓ પૂર્ણ કરનારી પર્વતમાળા. શ્રીરામે સીતાજીને સમજાવ્યું હતું કે વનસ્પતિ માત્ર આપણી શારીરિક ભૂખ જ નથી સંતોષતી, પણ આપણા માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. કલ્પવૃક્ષ: શ્રીરામનો સંદેશ હતો કે જો મનુષ્ય પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને રહે, તો જંગલનું દરેક વૃક્ષ તેના માટે કલ્પવૃક્ષ છે, જે તેને આશ્રય, આહાર અને ઔષધિ આપે છે. તેમણે વૃક્ષોનાં ગુણગાન ગાતાં કહ્યું હતું કે ‘વૃક્ષો પોતાનો તાપ સહન કરીને બીજાને છાંયડો આપે છે અને પોતાનાં ફળ પોતે ખાતાં નથી.’ આ નિઃસ્વાર્થ સેવા જ વૃક્ષોને દેવતુલ્ય બનાવે છે. સાલ અને તાડનાં વન: દંડકારણ્ય અને કિષ્કિંધામાં શ્રીરામે સાલનાં સાત વૃક્ષોને એક જ બાણથી વીંધીને પોતાની શક્તિ બતાવી હતી, પરંતુ તે પહેલાં તેમણે આ વૃક્ષોનું ટકાઉપણું અને આદિવાસીઓનાં જીવનમાં તેના ઉપયોગ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. અશોક વૃક્ષ: લંકાની અશોક વાટિકામાં માતા સીતા માટે અશોકનું વૃક્ષ જ સૌથી મોટો આશરો બન્યું હતું. સંસ્કૃતમાં ‘અશોક’નો અર્થ થાય છે- શોકરહિત. સીતાજીએ અત્યંત પીડામાં આ વૃક્ષને પોતાનો શોક હરવા વિનંતી કરી, ત્યારે તેની શીતળ છાયાએ તેમના મનનો તાપ ઓછો કર્યો હતો. પવિત્ર નદીઓ અને જળ સંરક્ષણ શ્રીરામની યાત્રા હંમેશાં નદીઓના કિનારે રહી છે, જે જળ જ જીવન છે એ સંદેશ આપે છે ગંગા (શ્રૃંગવેરપુર) : શ્રીરામે ગંગાને ‘લોકમાતા’ કહીને સંસ્કૃતિઓને જોડતી કડી ગણાવી હતી. તેમણે નદીકિનારે રહેતા નિષાદ સમુદાયના જ્ઞાનનું સન્માન કરી પ્રકૃતિ સાથેની નિકટતાનો અનુભવ કર્યો હતો. મંદાકિની (ચિત્રકૂટ) : મંદાકિની નદી વિશે શ્રીરામે કહ્યું હતું કે ‘આ નદીના દર્શનમાત્રથી મન નિર્મળ થાય છે.’ તેમણે નદીના પથ્થરો અને વહેણને કુદરતી ચિકિત્સા તરીકે ઓળખાવ્યાં હતાં. ગોદાવરી અને પંપા સરોવર: દક્ષિણ ભારતની આ ગંગા સમાન નદીના કિનારે શ્રીરામે લાંબો સમય વિતાવ્યો હતો અને તેના જળને પવિત્ર ગણાવ્યું હતું. પંપા સરોવર (હમ્પી) પાસે તેમણે જળચર પ્રાણીઓ અને પક્ષીઓનાં રક્ષણ માટે પ્રકૃતિના સંતુલનને જરૂરી ગણાવ્યું હતું. આદિવાસી વિસ્તારોમાં શ્રીરામનાં જીવંત નિશાન અને પરંપરાઓ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં શ્રીરામ આજે પણ રાજા તરીકે નહીં, પણ એક આદર્શ વનવાસી તરીકે શ્વાસ લે છે. આદિવાસી સમુદાયોમાં રામ સાથે જોડાયેલી પરંપરાઓ અદભુત છે- ડાંગ (ગુજરાત) : અહીંના આદિવાસીઓ માને છે કે શ્રીરામે જ્ઞાતિ-જાતિના ભેદ ભૂલીને શબરી માતાનાં એંઠા બોર ખાધાં હતાં. આજે પણ અહીંનાં લોકગીતોમાં રામ-સીતા એક પારિવારિક સભ્ય તરીકે વણાયેલાં છે. બસ્તર (છત્તીસગઢ): દંડકારણ્યમાં શ્રીરામે ‘રાક્ષસો’ (અસામાજિક તત્ત્વો)થી વનવાસીઓનું રક્ષણ કર્યું હતું. આજે પણ અહીંનાં લોકો ધનુષ-બાણને પવિત્ર માને છે અને રામને ‘રામલાલા’ તરીકે પૂજે છે. હમ્પી (કર્ણાટક) - કિષ્કિંધા: કિષ્કિંધામાં આજે પણ શ્રીરામ-હનુમાનની મૈત્રીની પરંપરાઓ ઉત્સવ તરીકે ઊજવાય છે. સ્થાનિક સમુદાયો પોતાની જાતને હનુમાનજીના વંશજ માનીને ગર્વ અનુભવે છે. ભદ્રાચલમ (તેલંગાણા): ભદ્રાચલમ એ દક્ષિણ ભારતનું અયોધ્યા ગણાય છે. અહીં શ્રીરામ વનવાસી રક્ષક તરીકે હૃદયમાં વસે છે. કોયા જાતિના આદિવાસીઓ ગર્વથી કહે છે કે તેમના પૂર્વજોએ વનવાસ દરમિયાન શ્રીરામને માર્ગ બતાવ્યો હતો અને તેમની સેવા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    What changes with the new Income Tax rules? All you need to know
    Next Article
    મેંદી રંગ લાગ્યો:રામ રમે સોગઠે રે, ધરમને સોગઠે રે…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment