Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈ:પડધરીમાં સોની વેપારી સાથે હોલમાર્કની આડમાં છેતરપિંડી

    3 days ago

    22 કેરેટના નામે વેચાયેલ સોનું લેબોરેટરીમાં ફક્ત 7 કેરેટનું નીકળતાં વેપારીને આશરે બે લાખ રૂપિયાનો ધુંબો લાગ્યો છે. પડધરીની પારસ સોસાયટીમાં રહેતા અને “ચેતન જ્વેલર્સ” નામે દુકાન ચલાવતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલાને એક શખ્સે પોતાને જૂનો ગ્રાહક ગણાવી ફોન કર્યો હતો. તેણે પોતાનું નામ ભરત રાઠોડ હોવાનું જણાવી સોનાની બૂટી વેચવાની વાત કરી હતી. ચેતનભાઈ રાજકોટમાં હોવા છતાં રાત્રે દુકાને પહોંચ્યા ત્યારે આરોપી પહેલેથી હાજર હતો. તેણે 22.420 ગ્રામ વજનની બૂટી બતાવી હતી, જેના પર 22 કેરેટનું “916” હોલમાર્ક પણ હતું. વેપારીને શંકા જતાં સોનું ઓગાળી ચેક કરવાની વાત કરવામાં આવી, પરંતુ આરોપીએ તાત્કાલિક રૂપિયા જોઈએ છે કહી વિનંતી કરતાં વેપારીએ વિશ્વાસના આધારે 18 કેરેટના દરે રૂ.1 લાખ રોકડા અને રૂ.99,999 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. સાથે લેટરપેડ પર લખાણ પણ કરાયું હતું, પરંતુ બીજા દિવસે લેબોરેટરી ટેસ્ટમાં સોનું માત્ર 7.763 કેરેટનું નીકળતાં મામલો ખુલ્લો પડ્યો.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:માંડાડુંગર અને રણુજા મંદિર વિસ્તારના બે શખ્સ 10 ચોરાઉ બાઈક સાથે ઝડપાયા
    Next Article
    કામગીરી:પીડિતાનું 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન, મેડિકલ પરીક્ષણ કરાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment