Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગટર ઉભરાવાની ગંભીર સમસ્યામાંથી સ્થાનિકોને છુટકારો‎:પાટણના નિર્મલનગરમાં 10 દિવસથી બંધ પમ્પિંગ સ્ટેશન આખરે ચાલુ થયું

    4 days ago

    પાટણ શહેરમાં નિર્મલનગર વિસ્તારના રહીશો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી ગટર ઉભરાવાની સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે. સ્થાનિક પમ્પિંગ સ્ટેશન બંધ રહેવાને કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળતા નાગરિકોનું જીવવું હરામ થઈ ગયું હતું. આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતના પગલે માત્ર 10 જ દિવસમાં બંધ પમ્પિંગ સ્ટેશન ફરી કાર્યરત કરી દેવામાં આવ્યું છે. પાટણ શહેરમાં નિર્મલનગરમાં ગટરના પાણી ઉભરાવાની વ્યાપક ફરિયાદો મળતાં ધારાસભ્ય કિરીટ પટેલે પોતે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વિસ્તારનું પમ્પિંગ સ્ટેશન જ લાંબા સમયથી ધૂળ ખાતું પડ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે ધારાસભ્યએ સ્થળ પર જ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સમારકામ પૂરું કરવા કડક સૂચના આપી હતી. અધિકારીઓએ આપેલ નિર્ધારિત સમયમર્યાદામાં જ પમ્પિંગ સ્ટેશનનું કામકાજ પૂર્ણ કરીને તેને ચાલુ કરી દેવાયું છે. પમ્પિંગ સ્ટેશન ધમધમતું થતાં જ વિસ્તારના ગટરના પાણીનો યોગ્ય નિકાલ શરૂ થયો છે. ગંદકી અને રોગચાળાના ભયથી મુક્તિ મળતાં નિર્મલનગરના સ્થાનિક રહીશોએ પણ હાશકારો અનુભવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:પાટણ શહેરમાં ટ્રાફિક સિગ્નલ અને‎ સાંતલપુરનાં 14 સ્થળે CCTV લાગશે‎
    Next Article
    પાટણ:ઋષિમુનિઓએ બદલાતી ઋતુમાં શરીરની શુદ્ધિ‎‎ માનસિક શાંતિ માટે વિજ્ઞાનને ધર્મની સાથે જોડ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment