Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની ટીપાઈનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો:વરતેજમાં બે પાડોશી પરિવારો વચ્ચે મારામારી, એકને માથામાં ચાર ટાંકા આવ્યા; સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ

    एक दिन पहले

    ભાવનગર તાલુકાના વરતેજ ગામે એમ.જી.એમ. હાઇસ્કૂલની બાજુમાં આવેલા અબ્બાસી પાર્કમાં ગઈકાલે બપોરે જૂની ટીપાઈ પરત માંગવા જેવી સામાન્ય બાબતે ઉપર-નીચે ભાડે રહેતા બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનામાં લોખંડના પાઈપ, લાકડી અને દૂધના કેન વડે હુમલો થતા બંને પક્ષે ઈજાઓ પહોંચી છે, જે અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુર્તુજાભાઈએ અલ્તાફભાઈને વેચેલી પોતાની જૂની ટીપાઈ પરત માંગી આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર પ્રથમ પક્ષની ફરિયાદ મુર્તુજાભાઈ રવજાણીએ નોંધાવી હતી કે, અબ્બાસી પાર્કમાં ઉપરના માળે ભાડે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા 42 વર્ષીય મુર્તુજાભાઈ આબિદઅલી રવજાણીએ નીચેના મકાનમાં રહેતા અલ્તાફભાઈ બાબુભાઈ રવજાણી અને તેમના પત્ની બિલ્કીશબાનુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, 13 નવેમ્બરના રોજ બપોરે સવા બાર વાગ્યાના અરસામાં મુર્તુજાભાઈએ અલ્તાફભાઈને વેચેલી પોતાની જૂની ટીપાઈ પરત માંગી હતી. આ સમયે અલ્તાફભાઈએ ટીપાઈ વેચાતી રાખી હોવાનું કહી પરત આપવાની ના પાડી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી. ગાળો આપવાની ના પાડતા અલ્તાફભાઈએ હાથમાં રહેલો લોખંડનો પાઈપ મુર્તુજાભાઈના માથામાં મારી દીધો હતો, જ્યારે તેમના પત્ની બિલ્કીશબાનુએ ઢીંકાપાટુનો માર માર્યો હતો. માથામાં લોહી નીકળતા મુર્તુજાભાઈને પ્રથમ વરતેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. દીકરીઓને પણ માર માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો સામા પક્ષની ફરિયાદ અલ્તાફહુસૈન રવજાણીએ નોંધાવી હતી કે, સામા પક્ષે નીચેના મકાનમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા 49 વર્ષીય અલ્તાફહુસૈન બાબુભાઈ રવજાણીએ ઉપર રહેતા મુર્તુજાભાઈ આબિદઅલી રવજાણી વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ ગઈકાલે બપોરે સવા બાર વાગ્યે મુર્તુજાભાઈએ નીચે આવી ટેબલ પરત માંગ્યું હતું. અલ્તાફભાઈએ ટેબલનો કાચ તૂટી ગયો હોવાથી બીજું ટેબલ આપવાનું કહેતા મુર્તુજાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં રહેલું દૂધનું ખાલી કેન અલ્તાફભાઈના માથા તથા ડાબા હાથના ભાગે મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. તેમના પત્ની બિલ્કીશબાનુને સાથળના ભાગે લાકડી વડે માર મારી ગાળો આપી હતી. આ ઉપરાંત ઘર બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ નં. GJ-04-DJ-7795 પર લાકડીનો ધોકો મારી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ઘરનું બારણું તોડી નાખી તેમની દીકરીઓને પણ માર માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. વરતેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી વેકેશનમાં જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓથી ઉભરાયું:રોજની 10 હજારથી વધુ જનમેદની, 52 હજાર પ્રવાસીઓએ માણ્યો વન્યજીવોનો નજારો
    Next Article
    अखिलेश ने योगी से पूछा, 1 करोड़ 27 लाख हिन्दू वोटर का हिसाब योगी को किसने दिया?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment