Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:રાજકોટના રૈયાધારમાં બંસીધર પાર્ક પાસે નવું ડમ્પિંગ યાર્ડ: દુર્ગંધથી ત્રાહિમામ્ રહેવાસીઓનો રોડ પર ઉતરી વિરોધ

    3 days ago

    રૈયાધાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નવા ડમ્પિંગ યાર્ડ માટે કવાયત શરૂ થતાં બંસીધર પાર્ક અને આસપાસની સોસાયટીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. પહેલાથી જ વિસ્તારમાં એક ડમ્પિંગ યાર્ડ કાર્યરત હોવા છતાં બીજી સાઇટ શરૂ થવાને લઈને રહેવાસીઓએ એકજૂથ થઈને સ્થળ પર પહોંચી કોન્ટ્રાક્ટરો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નવી સાઇટ પ્લાસ્ટિક વેસ્ટ રિસાઇક્લિંગ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી રહી છે, પરંતુ તેની અસર સ્વરૂપે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડશે તેવી ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે. બંસીધર પાર્કના રહેવાસી હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે,“એક ડમ્પિંગ યાર્ડ પહેલેથી જ છે, હવે બીજું શરૂ કરવાથી જીવન મુશ્કેલ બનશે. ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.” વિસ્તારના મહિલાઓ સહિતના લોકો સાઇટ પર પહોંચી વિરોધ નોંધાવતા કોન્ટ્રાક્ટરોને કામ અટકાવવા માંગ કરી હતી. આજે મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચવાના હોવાથી તેમના સમક્ષ પણ રજૂઆત કરી બાંધકામ તાત્કાલિક બંધ કરાવવા માગણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ:રાજકોટ યાર્ડમાં ઘઉંની આવક: 1400 વાહન સાથે બજાર ગંજાયું
    Next Article
    મુલાકાત:મુખ્યમંત્રી શનિવારે રાજકોટમાં, રૂ.751 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment