Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુલાકાત:મુખ્યમંત્રી શનિવારે રાજકોટમાં, રૂ.751 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

    3 days ago

    ગત સપ્તાહે મુલતવી રહેલો કાર્યક્રમ હવે ફરી ગતિમાં આવ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજકોટ પ્રવાસ શનિવાર, તા.28 માટે લગભગ ફાઇનલ બની ગયો છે. રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાશે. કોર્પોરેશન ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ મોટા પ્રોજેક્ટ્સને ગતિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ગોઠવાયો છે. શહેરના વિવિધ વિભાગો દ્વારા તૈયારી તેજ બની છે. મંગળવારે પોલીસ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓએ કાર્યક્રમના સંભવિત રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ અંદાજે રૂ.751 કરોડના વિકાસ કામો જાહેર કરાશે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 1000થી વધુ આવાસના લોકાર્પણનો સમાવેશ થાય છે. ઉપરાંત, આશરે રૂ.190 કરોડના 5થી 6 મહત્ત્વના પ્રોજેક્ટ્સ પણ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. ખાતમુહૂર્ત થનારા મુખ્ય પ્રોજેક્ટ્સમાં કાલાવડ રોડ નજીક ન્યારી ડેમ ખાતે 150 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જ્યુબિલી શાકમાર્કેટનું આધુનિકીકરણ, વોર્ડ નં.4માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનક રોડ પર ફાયર સ્ટેશનનું નવીનીકરણ અને વોર્ડ નં.15માં રૂ.30 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન સહિત કુલ રૂ.567 કરોડના 40 વિકાસ કામનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:રાજકોટના રૈયાધારમાં બંસીધર પાર્ક પાસે નવું ડમ્પિંગ યાર્ડ: દુર્ગંધથી ત્રાહિમામ્ રહેવાસીઓનો રોડ પર ઉતરી વિરોધ
    Next Article
    ધરપકડ:માંડાડુંગર અને રણુજા મંદિર વિસ્તારના બે શખ્સ 10 ચોરાઉ બાઈક સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment