Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક સમયના બળવાખોરને ભાજપે 1400 કરોડનો વહીવટ સોંપ્યો:દિનુ મામા ફરી બરોડા ડેરીના ચેરમેન બન્યા, જી.બી. સોલંકીની વાઇસ ચેરમેન પદે નિયુક્તિ

    20 hours ago

    વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ત્રણ મહિને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ભાજપે ચેરમેન તરીકે ફરીવાર દિનેશ પટેલ (દિનુ મામા) અને વાઇસ ચેરમેન તરીકે જી.બી. સોલંકીના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આમ પૂર્વ ધારાસભ્ય અને એક સમયે ભાજપ સામે બળવો કરનારા દિનુમામા ડેરીનો 1400 કરોડના વહીવટ સંભાળશે. દિનુ મામાએ જણાવ્યું કે, હું 12 વર્ષથી ડેરીના વહીવટમાં છું. જેથી આ કામ માતા માટે નવું નથી. જે કામ હલ સુધી કર્યું છે તેને જ આગળ ધપાવીશું. ભૂતકાળમાં ડેરી અનેક વિવાદોમાં સપડાઈ છે. જિલ્લાના ધારાસભ્યો દ્વારા પ્રમુખના સંચાલકો સામે બાંયો ચઢાવવામાં આવી હતી. ત્યારે ભાજપ પ્રેરિત પેનલમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખના નામ ઉપર પ્રદેશ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી. પ્રદેશ તરફથી સહકારિતા વિભાગના સંયોજક બિપિન પટેલ (ગોતા) મેન્ડેટ લઈને આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી સમક્ષ પ્રક્રિયા હાથ ધરી હતી. કોણ છે દિનુ મામા? દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાએ 2007માં પ્રથમ વખત પાદરા વિધાનસભા સીટ પરથી અપક્ષમાંથી જીતી ગયા હતા. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા અને 2012માં વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જ્યારે વર્ષ-2017માં ચૂંટણી હારી ગયા હતા. જોકે 2022માં ભાજપે ટિકિટ ન આપતા તેમણે બળવો કરીને અપક્ષમાંથી ચૂંટણી હાર્યા અને 2023માં ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા. ગત ટર્મમાં જિલ્લાના ધારાસભ્યોએ ખૂબ આક્ષેપો કર્યા હતા ગત ટર્મમાં જિલ્લાના ધારાસભ્યો દ્વારા વહીવટ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આક્ષેપો કર્યા હતા. આ અંગે ડેરીના 10 ડિરેક્ટરોને સહકારિતા અધિનિયમ અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી છે. જો કે દિનુ મામાએ નોટિસ અંગે મને કંઇ ખબર નથી તેમ કહી હાથ ખંખેર્યા હતા. એક દિવસ પહેલા જ 5 ડિરેક્ટરની મંડળીને નોટિસ ફટકારાઈ હતી ઉલ્લેખનીય છે કે, બરોડા ડેરીના ચેરમેન- વાઇસ ચેરમેનની નિમણૂકના 24 કલાક પહેલાં જ (3 ઓગસ્ટ) દિનુ મામા અને ઉપપ્રમુખ જી.બી.સોલંકી સહિત 10 ડિરેક્ટરોની દૂધ મંડળીને ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-‌1965ની કલમ 81 હેઠળ નોટિસ ફટકારાઈ છે. જ્યારે એક હથ્થુ શાસન સામે વિરોધ નોંધાવી ચૂકેલા જિલ્લાના ધારાસભ્યોના ઈશારે જ આ નોટિસો અપાતી હોવાની ચર્ચા ચાલી રહી છે. સહકારી કાયદાની કલમ-81ની નોટિસ શું કહે છે? સહકારી કાયદાની કલમ-81 હેઠળ જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર કે સક્ષમ અધિકારીને જણાય કે, વ્યવસ્થાપક કમિટી મંડળીના સંચાલનમાં વારંવાર ગંભીર ક્ષતિ કે કસૂર કરે છે. નિયમો, પેટાનિયમો કે સહકારી કાયદાનું ઉલ્લંઘન કરે છે. કમિટીના સભ્યો ગેરલાયક ઠર્યા હોય છતાં હોદ્દા પર ચાલુ હોય. મંડળી કે સભ્યોના હિત વિરુદ્ધનું કાર્ય થયું હોય ત્યારે રજિસ્ટ્રાર કમિટીને બરતરફ કેમ ન કરવી અને વહીવટદારની નિમણૂક કેમ ન કરવી તે અંગે રજૂઆત કરવા નોટિસ આપે છે. આ ડિરેક્ટરોની મંડળીને નોટિસ અપાઈ હતી
    Click here to Read More
    Previous Article
    PM હાઉસ સુધી AAPની માર્ચ:પોલીસે રોક્યા તો ફિરોઝશાહ રોડ પર ધરણા પર બેઠા, કેજરીવાલે કહ્યું- E20-ફ્યુઅલ જબરદસ્તી થોપવાનું બંધ કરો
    Next Article
    D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ; અમદાવાદમાં 4 બસ ભરીને જુગારીઓને કોર્ટમાં લવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment