Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:ઊલટીના બહાને ખિસ્સા સાફ કરનાર રિક્ષા ગેંગ ઝડપાઇ

    4 days ago

    રાજકોટ શહેરમાં છેલ્લા બે માસથી સક્રિય રહેલી ‘રિક્ષા ગેંગ’નો આખરે પર્દાફાશ થયો છે. મુસાફરોને ટાર્ગેટ બનાવી, ઊલટી-ઊબકાના બહાને નજીક આવી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગના ત્રણ સભ્યને આજી ડેમ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 28,500ની રોકડ અને રિક્ષા સહિત રૂ.88,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેંગનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે 21 વર્ષીય યુવાન વિશાલભાઈ સોલંકી સાથે ચોંકાવનારી ઘટના બની. ગોંડલ ચોકડી નજીકથી રિક્ષામાં બેઠેલા વિશાલભાઈ સાથે અન્ય ત્રણ અજાણ્યા મુસાફરો પણ હતા. મુસાફરી દરમિયાન એક શખ્સ વારંવાર ઊલટી આવવાના બહાને શરીર સાથે અથડાતો રહ્યો. આજી ડેમ ચોકડી પાસે ઉતાર્યા બાદ જ્યારે વિશાલભાઈએ ખિસ્સા તપાસ્યા ત્યારે રૂ.19,000 ગાયબ હોવાનું સામે આવ્યું. આજી ડેમ પોલીસના મથકના પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.વી. ગોહિલની ટીમે તપાસ હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જોગિયા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ બોળિયાને મળેલી બાતમીના આધારે સૂત્રધાર રામ ઉર્ફે લાલો બચુ લાકડિયા, સંજય વિઠ્ઠલ પરમાર અને શૈલેષ ભરવાડિયાને ઝડપી લીધા હતા. આ હતી મોડસ ઓપરેન્ડી આ ગેંગ ખાસ કરીને એકલા મુસાફરોને ટાર્ગેટ કરતી હતી. રિક્ષામાં પહેલાથી બેઠેલા સાગરીતો વચ્ચે બેસાડીને એક વ્યક્તિ ઊલટી કે ઊબકા આવવાના બહાને વારંવાર સ્પર્શ કરતો અને આ દરમિયાન ખિસ્સામાંથી રોકડ સેરવી લેતો. બાદમાં યોગ્ય સ્થળે મુસાફરને ઉતારી દેતા હતા. પકડાયેલા ગેંગના સભ્યોની 13 ગુનાઓની કબૂલાત ઝડપાયેલા આરોપીઓએ રાજકોટ, મોરબી, ટંકારા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં છેલ્લા બે માસમાં 13 મુસાફરને લૂંટી લીધાની કબૂલાત આપી છે. દરેક બનાવમાં 1500થી લઈ 9000 રૂપિયા સુધીની રોકડ ચોરી કરાઇ હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘પોસ્ટ એક્ઝામ’ કામગીરી:ધો.12 સાયન્સના પરીક્ષા કેન્દ્રોના CCTVની 500 સીડી તપાસાઈ, શંકાસ્પદ વિદ્યાર્થીઓનું હિયરિંગ થશે
    Next Article
    કૃષિ:રાજકોટ યાર્ડમાં ઘઉંની આવક: 1400 વાહન સાથે બજાર ગંજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment