Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પોસ્ટ એક્ઝામ’ કામગીરી:ધો.12 સાયન્સના પરીક્ષા કેન્દ્રોના CCTVની 500 સીડી તપાસાઈ, શંકાસ્પદ વિદ્યાર્થીઓનું હિયરિંગ થશે

    5 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ બાદ હવે ‘પોસ્ટ એક્ઝામ’ કામગીરી તેજ બની છે. એક તરફ ઉત્તરવહી ચકાસણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ પરીક્ષા કેન્દ્રોમાં થયેલી હિલચાલ પર નજર રાખવા માટે CCTV ફૂટેજની તપાસણી પણ આખરી તબક્કામાં છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રોની તમામ 500 સીડી (CD)ની તપાસણીનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાના કેન્દ્રોના ફૂટેજ તપાસવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. શહેરની ન્યૂ એરા સ્કૂલ અને ધોળકિયા સ્કૂલની કમ્પ્યૂટર લેબને તપાસ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જ્યાં શિક્ષકો અને ટેક્નિકલ સ્ટાફનો કાફલો દિવસ-રાત ફૂટેજનું બારિકાઈથી નિરીક્ષણ કરી રહ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દીક્ષિત પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની સીડી તપાસવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં જ પૂરી કરી દેવામાં આવશે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીથી પરીક્ષામાં ગેરરીતિ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ‘તીસરી આંખ’ના આ રિપોર્ટ બાદ કેટલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાણી છે. હવે શું થશે | સ્થાનિક સ્તરે હિયરિંગ કાર્યવાહી | ફૂટેજમાં જે વિદ્યાર્થીઓ શંકાસ્પદ હિલચાલ કરતા, ચોરી કરતા કે અન્ય ગેરરીતિ કરતા ઝડપાયા છે, તેમની સામે હવે બોર્ડના નિયમ મુજબ કાર્યવાહી થશે. યાદી બનશે | તપાસણી બાદ ગેરરીતિમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની યાદી તૈયાર થશે. હિયરિંગ | આ વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે બોલાવીને તેમનું હિયરિંગ (સાંભળણી) કરવામાં આવશે. ફાઈનલ રિપોર્ટ | હિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ શિક્ષણ બોર્ડને સોંપાશે, જેના આધારે વિદ્યાર્થીઓના પરિણામ અંગે બોર્ડ આખરી નિર્ણય લેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ બનશે રામમય:ગુરુવારે 100થી વધુ ફ્લોટ્સની સાથે ‘સમરસતા’નો શંખનાદ ફૂંકશે રામોત્સવ રથયાત્રા
    Next Article
    ધરપકડ:ઊલટીના બહાને ખિસ્સા સાફ કરનાર રિક્ષા ગેંગ ઝડપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment